નવીદિલ્હી
પાકિસ્તાનમાં યોજાનાર એશિયા કપ ૨૦૨૩ પર છવાયેલા સંકટના તમામ વાદળો દૂર થઈ ગયા છે. ગુરુવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલે ટૂર્નામેન્ટને લઈને ચાલી રહેલા તમામ વિવાદનો અંત લાવી દીધો હતો અને તેની તારીખોની જાહેરાત કરી હતી. ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં થઈ રહ્યું છે પરંતુ અહીં માત્ર ૪ મેચ જ રમાશે. એશિયા કપની યજમાની માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ શ્રીલંકા ક્રિકેટ બોર્ડને પણ તેની મેચોની યજમાનીની જવાબદારી સોંપવામાં આવી છે. પાકિસ્તાન દ્વારા આયોજિત ટૂર્નામેન્ટની વધુ મેચો શ્રીલંકામાં યોજાઈ રહી છે. શ્રીલંકા ફાઈનલ સહિત ૧૩માંથી ૯ મેચની યજમાની કરશે. ગુરુવાર, ૧૫ જૂનના રોજ એશિયન ક્રિકેટ કાઉન્સિલે એશિયા કપ સંબંધિત મહત્વપૂર્ણ માહિતી જાહેર કરતા જણાવ્યું હતું કે ટૂર્નામેન્ટ ૩૧ ઓગસ્ટથી ૧૭ સપ્ટેમ્બર સુધી રમાશે. પાકિસ્તાને ૪ જ્યારે શ્રીલંકાએ ૯ મેચોની યજમાની કરવાની રહેશે. ભારતે ગયા વર્ષે જ સ્પષ્ટ કરી દીધું હતું કે તે પાકિસ્તાનમાં જઈને કોઈપણ સંજાેગોમાં એશિયા કપ નહીં રમે. મ્ઝ્રઝ્રૈં સેક્રેટરી જય શાહે એક નિવેદન જાહેર કરતા સ્પષ્ટ કર્યું હતું કે ભારતીય ટીમ પાકિસ્તાનમાં એશિયા કપમાં નહીં રમે. ભારત આ ટૂર્નામેન્ટની મેચો અન્ય કોઈપણ દેશમાં જઈને રમી શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ નિવેદન બાદ ભારતમાં યોજાનારા ૈંઝ્રઝ્ર વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી પણ આપી હતી, પરંતુ તેના કારણે કશો ફાયદો થયો નહોતો. મ્ઝ્રઝ્રૈં પાકિસ્તાનમાં રમવા માટે નહીં જવાના પોતાના નિવેદન પર અડગ રહ્યું હતું અને અંતે ભારે હોબાળો થયા બાદ પણ પીસીબીને હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ લાવવો પડ્યો. અહીં પણ પાકિસ્તાનને નુકસાન થયું કારણ કે તે તેના ઘર આંગણે મહત્તમ મેચો રાખવા માંગતા હતા જ્યારે તેને માત્ર ૪ મેચ મળી છે. તમામ મોટી મેચોની યજમાની પાકિસ્તાન પાસેથી છીનવી લેવામાં આવી છે. બીસીસીઆઈની સામે પોતાની જીદ બતાવ્યા પછી પણ તે કોઈપણ રીતે સફળ થઈ નહીં. પાકિસ્તાન ટીમની ત્રણ લીગ મેચો સિવાય તેને એક નોટઆઉટ મેચ મળશે. જ્યારે શ્રીલંકા ફાઈનલ અને સેમીફાઈનલની યજમાની કરશે.


