રાજ્યના સામાજિક ન્યાય અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન મેંદરડા તાલુકાના શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થશે. ત્રિ-દિવસીય આ શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે એટલે કે, તા.૧૨મી જૂનના રોજ સવારે ૮ કલાકે નાજાપુર, ત્યાર પછી ઝીંઝુડા અને ચિરોડા પ્રાથમિક શાળામાં ભૂલકાઓને આવકારશે.
તેઓ તા.૧૩-૬-૨૦૨૩ના રોજ માનપુર, નાની ખોડિયાર, કેનેડીપુર, માલણકા, કાંઠળા તથા ગડકીયા નેસ અને તા.૧૪-૬-૨૦૨૩ના હરિપુર, સાસણ અને અમૃતવેલ-શીરવાણ પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થશે.
