ઊના તાલુકામાં માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ઉના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિપુલ આર. દુમાતર દ્વારા
ઉનાના આરોગ્ય કર્મચારીઓના સહયોગથી આજે વિશ્વ મલેરીયા દિવસે મેલેરિયાની નાબૂદી માટે વિશાળ રેલીનું આયોજન કરવામાં
આવ્યું હતું.
જેમાં ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન આપવામાં આવ્યું હતું. આ રેલીના માધ્યમ થી
પ્રજાજનોને વિવિધ પોસ્ટર બેનરો પત્રિકા ઓને વિવિધ સૂત્રોથી મલેરીયા નાબૂદી અટકાયતી નિદાન અને સારવાર પદ્ધતિ વિશે
પ્રજાજનોને અવગત કરવામાં આવ્યા હતા.
અને તાલુકા હેલ્થ ઓફિસરે જણાવેલ કે દેશમાં મુખ્યત્વ બે પ્રકારના મેલેરીયા જોવા મળે છે. જેવા કે મગજનું ઝેરી તાવ જોવા મળતા
હોય આવા મેલેરીયા તાવ થવાનું કારણે ગંદાપાણીમાં મચ્છરો બેસવાથી અને તેના ઇંડાથી ઇયળ જેવા જીવાત જોવા મળતા હોય છે તે
જીવાત માથી એડેડ મચ્છર બને છે આ મચ્છર કરડવાથી વ્યક્તિને મેરેલીયા તાવ આવે છે. તેને નાબુદી માટે ઘરમાં જે જગ્યાએ
પાણીના પાત્રો હોય તે ઢાકીને રાખવા જોઇએ જેથી ત્યા મચ્છર જઇ ન શકે અને ઇંડા પણ મુકી ન શકે. અઠવાડીયામાં બે વખતે
પાણીના પાત્રોને ખાલી કરી અને નવેસરથી ભરવા જોઇએ. જેથી તેમાં ઇંડા મુકી ન શકે અને મચ્છર પણ નહી બને આમ મેલેરીયાની
બિમારી અટકાવી શકાય છે.
પ્રધાનમંત્રી દ્વારા વર્ષ 2025 સુધીમાં ભારત દેશ માંથી મલેરીયા નિર્મૂલન કરવા કરેલા આહવાનમાં જોડાવા અને મલેરીયાને નાબૂદ
કરવાના ભગીરથ પ્રયાસમાં જોડાવા લોકોને અપીલ કરવામાં આવી હતી. આ પ્રસંગને સફળ બનાવવા તાલુકાના સ્ટાફ વિપુલભાઈ,
નિલેશભાઈ, મેહુલભાઈ, હરેશભાઈ, રવિભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અંતે તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા આ
પ્રસંગને સફળ બનાવવા લોકોનો આભર વ્યક્ત કર્યો હતો.
