Gujarat

જેતપુરના પીપળવા ગામમાં ગૌચરની જમીન પર કબજો કરનાર કાકા-ભત્રીજાનો સરપંચ પર હુમલો

સરપંચને માર મારી ધમકી આપીઃ સામાપક્ષે પણ મજૂરીના પૈસા બાબતે હુમલો કર્યાની વળતી ફરિયાદ
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પીપળવા ગામે ગૌચરની જમીન પર કબજો કરનાર કાકા- ભત્રીજા સામે સરપંચે અરજી કરતા તેનો ખાર રવખી કાકા-ભત્રીજાએ સરપંચ પર હુમલો કરી ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાઇ છે. જયારે સામાપક્ષે મજુરીના પૈસા બાબતે સરપંચે હુમલો કર્યાની વળતી ફરીયાદ નોંધાઇ છે. જેતપુરના પીપળવા ગામે રહેતા રાજેશ ધીરજલાલ સાવલીયા (ઉ.૪૩) એ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પીપળવા ગામના ધીરૂભાઇ બચુભાઇ સાવલીયા અને તેમનો ભત્રીજો રાજુભાઇબાઘાભાઈ સાવલીયાના નામ આપ્યા છે. પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી પીપળવા ગામે ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે અને સરપંચ તરીકે સેવા આપે છે. ગઇકાલે સાંજે ગામના ચોરે ઓટા પર બેઠા હતા ત્યારે કાકા-ભત્રીજો ધસી આવ્યા હતા અને કેમ અમારી વિરૂધ્ધ ગૌચરની જમીન ખાલી કરાવવા માટે અરજી કરેલ છે તેમ કહી માર મારી ધમકી આપી હતી. જયારે સામા પક્ષે ધીરૂભાઇ બચુભાઇ સાવલીયા (ઉ.૬૫) એ વળતી નોંધાવેલ ફરીયાદમાં સરપંચ રાજુભાઇ ધીરજલાલ સાવલીયા પાસે મજુરીના પૈસા માંગતા કાકા-ભત્રીજાએગાળો દઇ ફરીવાર મારી પાસે પૈસા માંગ્યા છે તો હું તમને છોડીશ નહીં તેમ કહી માર મારી ધમકી આપી હતી. જેતપુર તાલુકા પોલીસે બન્ને જુથની ફરીયાદ પરથી સામસામા ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *