બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના સી.ડી.પી. ઓ આર. કે. કાઝીના માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકાની આંગણવાડી કેન્દ્ર 1 થી 10 કાર્યકર બહેનો દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં કિશોરી દ્વારા વિવિધ મિલેટનો ઉપયોગ કરી વાનગી બનાવવામાં આવી. કિશોરીઓ વિવિધ ધાન્ય પાકો ની સમજે કેળવે તે હેતુ સિધ્ધ કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું.તેમજ હાજર રહેલ તમામ સ્ટાફ દ્વારા પોષણ પખવાડીયા અંતર્ગત લેવડાવામાં શપથ આવ્યા હતા.પોષણ પખવાડિયા અંતર્ગત પોષણ ક્વીન વિજેતા પામેલ પ્રથમ,દ્વિતીય,અને તૃતીય નંબરને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યુ હતું.આ કાર્યક્રમમાં ઘટક રાણપુર સી.ડી.પી.ઓ. રેહાનાબેન કાજી , સુપરવાઝર માણેકબેન શ્રીમાળી NNM બ્લોક કોર્ડીનેટર ધવલકુમાર સિંગલ , PSE નરગીસબાનું પરમાર,આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો , કિશોરીઓ અને બાળકો ઉષ્માભેર ભાગ લીધો હતો…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


