Gujarat

સાવરકુંડલા શહેરનું રેલવે સ્ટેશન મોદી સરકાર દ્વારા અમૃત ભારત યોજના અંતર્ગત પસંદ થતાં મુસાફરોમાં આનંદ છવાયો.. સાંસદ નારણભાઈ કાછડીયાની મહેનત રંગ લાવી. આ સંદર્ભે શહેર ભાજપના મહામંત્રી રાજુભાઈ નાગ્રેચાએ રેલમંત્રી તથા સાંસદશ્રીનો આભાર માન્યો. હવે સાવરકુંડલા શહેરનું રેલવે સ્ટેશન થશે એકદમ આધુનિક. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમા આવેલ રેલવે સ્ટેશન મોદી સરકાર દ્વારા અમૃત ભારત યોજના અંતર્ગત પસંદ થતાં શહેરીજનોમાં આનંદ છવાયો હતો.આ યોજના અંતર્ગત ગુજરાત રાજ્યનાં ૮૭ રેલવે સ્ટેશન પસંદ થયા છે જેમાં સાવરકુંડલા શહેરનું રેલવે સ્ટેશન પણ મંજૂર થયું છે. આમ સાવરકુંડલા શહેરનું રેલવે સ્ટેશન હવે વર્લ્ડ ક્લાસ રેલ્વે સ્ટેશન થશે એટલે યાત્રીઓની સુવિધાઓમાં વધારો થશે. ટૂંક સમયમાં આ યોજના હેઠળ જાહેર થયેલ સાવરકુંડલા શહેરનું રેલવે સ્ટેશનનું ટેન્ડર પણ બહાર પડશે એવું સૂત્રોની માહિતી દ્વારા જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *