Gujarat

સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૧૬૦૦થી વધુ પોલીસ જવાનો મેળવી કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમઃ

સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ૧૬૦૦થી વધુ પોલીસ જવાનો મેળવી કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમઃ

શિક્ષણ રાજયમંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરીયાએ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી CPR તાલીમનો શુભારંભ કરાવ્યોઃ
——–
ડૉક્ટરો અને તબીબી વ્યવસાયિકો આપી સંપૂર્ણ સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ તાલીમ
——-
હાર્ટ એટેકના સમયે સી.પી.આર. આપી વ્યકિતનો જીવ બચાવી શકાય છેઃ
——–
સુરતઃ રવિવારઃ- સ્વાસ્થ્ય અને સલામતીના ભાગરૂપે સમગ્ર રાજયની સાથે આજરોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતે સુરત શહેર વિસ્તારના ૧૬૦૦થી વધુ પોલીસ જવાનોને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમ આપવામાં આવી હતી. ગુજરાત પોલીસ દ્વારા આયોજીત અને આઈ.એસ.એ. ગુજરાતના સહયોગથી એક દિવસીય તાલીમ કાર્યક્રમને શિક્ષણ રાજયમંત્રીશ્રી પ્રફુલ્લભાઇ પાનશેરીયાએ સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.
આ અવસરે મંત્રીશ્રી પાનશેરીયાએ કહ્યું હતું કે, હાર્ટ એટેકના કારણે નાની વયે મૃત્યૃ થવાનો પ્રમાણ વધ્યું છે ત્યારે માનવીની મહામુલી જીંદગી બચાવવા માટે રાજય સરકાર દ્વારા સમગ્ર રાજયમાં પોલીસ જવાનોને સી.પી.આર. તાલીમ આપવામાં આવી છે જે અભિનંદનીય છે.
આ અવસરે ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઇ મોદીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર કોરોના કાળ હોય, વાવાંઝોડુ હોય, પુર જેવી હોનારત હોય ગમે તેવી પરિસ્થિતિ વચ્ચે નાગરિકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તે માટે તત્પર છે. જે માટે આગોતરૂ આયોજન કરવામાં આવે છે. આજે બદલાતી જતી જીવનશૈલીના કારણે હદયરોગના એટેકમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હદયરોગ પહેલા સી.પી.આર. આપીને વ્યકિતનું જીવન બચાવી શકાય તે માટે પોલીસ જવાનોને તાલીમ આપવામાં આવી રહી છે. દરેક વ્યકિત પોતે જ પોતાનો ડોકટર બને તે જરૂરી છે. દરેક વ્યકિતને સી.પી.આર. તાલીમ લેવાનો અનુરોધ પણ તેમણે કર્યો હતો.
સામાન્ય રીતે હૃદયનો હૂમલો આવવાથી ૧૦૮ને ત્વરીત બોલાવતા ૦૫ થી ૧૦ મીનીટનો સમય જતો હોય છે. તે ૦૫ થી ૧૦ મીનીટ દરમિયાન મગજ સુધી લોહીના પહોંચે તો દર્દીનું મૃત્યુ થતુ હોય છે આવુ ન થવા દેવા માટે આ CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.
આ અવસરે પોલીસ કર્મીઓએ અંગદાન માટેની (PLEDGE) પ્રતિજ્ઞા લઈને અંગદાન કરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
આ અવસરે ધારાસભ્યશ્રી પ્રવિણભાઇ ધોધારી, પૂર્વ ધારાસભ્યશ્રી વિવકેભાઈ પટેલ, જોઈન્ટ પોલીસ કમિશનરશ્રી ડી.એચ.પરમાર, એડીશનલ પો.કમિશનરશ્રી પી.એલ.મલ, ડી.સી.પી.શ્રી સાગર બાગમાર, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો.ગણેશ ગોવેકર, આર.એમ.ઓ. ડો.કેતન નાયક, ડી.સી.પી.(ટ્રાફીક)શ્રીમતી અમિતા વાનાણી, નર્સિગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા, ડો.જીગ્નેશા પટેલ, શ્રી ધર્મેશ વશી તેમજ ડોકટરો મિત્રોએ સમગ્ર દિવસ દરમિયાન પોલીસ જવાનોને તાલીમ આપી હતી.

રિપોર્ટ દક્ષા સુરત

IMG-20230611-WA0101-2.jpg IMG-20230611-WA0099-1.jpg IMG-20230611-WA0098-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *