શ્રીનગર
જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચુંટણીને લઇ રાજનીતિ શરૂ થઇ ગઇ છે.આશા વ્યકત કરવામાં આવી રહી છે કે સપ્ટેમ્બર ઓકટોબરમાં વિધાનસભાની ચુંટણી સંપન્ન કરાવી શકાય છે.ગૃહમંત્રી અમિત શાહ આ બાબતે અનેક બેઠકો પણ કરી ચુકયા છે.ત્યારબાદ કહેવામાં આવી રહ્યું છે કે ચુંટણીની તૈયારીઓ પોતાના અંતિમ તબક્કામાં છે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં ચુંટણીને લઇ નેશનલ- કોન્ફ્રરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાએ કહ્યું કે વિધાનસભા ચુંટણી લોકોનો અધિકાર છે પરંતુ જમ્મુ કાશ્મીરમાં ચુંટણી કરાવવા માટે કાશ્મીરના લોકો કેન્દ્રથી ભીખ માંગશે નહીં.અબ્દુલ્લાએ અનંતનાગ જીલ્લામાં કહ્યું કે હતું કે જાે આ વર્ષ ચુંટણી કરાવવામાં આવે કે ન કરાવવામાં આવે અમે ભિખારી નથી મેં વારંવાર કહ્યું છે કે કાશ્મીરી ભિખારી ન હતાં.ચુંટણી અમારો હક છે પરંતુ અમે આ અધિકાર માટે તેમની પાસે ભિખ માંગીશું નહી. તેમણે કહ્યું કે જાે તે ચુંટણી કરાવવા ઇચ્છે છે તો સારૂ છે પરંતુ ન ઇચ્છે તો ન કરાવે.સંપત્તિઓ અને સરકારી ભૂમિથી લોકોને હટાવવાની બાબતમાં પુછવામાં આવતા અબ્દુલ્લાએ દાવો કર્યો છે કે જમ્મુ કાશ્મીરમાં ચુંટણી ન કરાવવવાનું એક કારણ આ પણ છે.તેમણે કહ્યું કે આથી તે ચુંટણી કરાવી રહ્યાં નથી તે લોકોને પરેશાન કરવા ઇચ્છે છે.લોકોના ધા પર મરહમ લગાવવાની જગ્યાએ એવું લાગે છે કે તે ધાને યથાવત રાખવા ઇચ્છે છે.પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપ સરકાર જાણે છે કે ચુંટાયેલી સરકારના લોકોના જખ્મોને ભરશે જયારે તે કહેવાતી રીતે ઇજા પર મીઠુ મરચુ લગાવી રહ્યાં છે. રાજાૈરી હુમલા બાદ ગ્રામ રક્ષા ગાર્ડને હથિયાર આપવાના સરકારના નિર્ણયની બાબતમાં પુછવા પર અબ્દુલ્લાએ કહ્યું કે સરકાર તેના માટે માની રહી છે કે તેણે ૨૦૧૯માં કલમ ૩૭૦ને રદ કરતી વખતે રાષ્ટ્રથી જે દાવો કર્યો હતો કે કાશ્મીરમાં બંદુક સંસ્કૃતિ કલમ ૩૭૦ની કારણથી છે અને કલમ ૩૭૦ને રદ કરવાની સાથે જ બંદુક સંસ્કૃતિ ઓછુ થવા લાગશે.તેમણે કહ્યું કે જે રીતનો હુમલો રાજાૈરીમાં જાેવામાં આવ્યો અને જે સ્થિતિ કાશ્મીરમાં છે જે રીતે સુરક્ષા કર્મીઓની સંખ્યા વધારવામાં આવી રહી છે.આ બધુ બતાવે છે કે સ્થિતિ કાબુમાં નથી સરકાર આ પગલુ ઉઠાવવા મજબુર થઇ છે.
