શ્રીનગર
કોંગ્રેસની ભારત જાેડો યાત્રા આજે સવારે પુલવામા જિલ્લામાં અવંતીપોરાના ચુરસુથી શરુ થઈ હતી. યાત્રામાં પીડીપીના સુપ્રીમો મહેબૂબા મુફ્તી હજારો મહિલાઓની સાથે જાેડાયા છે. પ્રિયંકા ગાંધી પણ યાત્રામાં સામેલ થાય તેવી આશા છે. શુક્રવારે સુરક્ષામાં ચૂકને કારણે રાહુલ ગાંધીએ યાત્રાને રોકી દીધી હતી. કોંગ્રેસે સુરક્ષામાં ચૂક માટે ભાજપને જવાબદાર ગણાવ્યું છે.શનિવારે પંપોરની બિડલા ઈન્ટરનેશનલ સ્કૂલ નજીક યાત્રાનો ટી-બ્રેક થયો હતો. શ્રીનગરના બહારનો વિસ્તાર પંઠા ચોકના ટ્રક યાર્ડમાં શનિવારે રાત્રે રોકાણ કરશે. ૨૯ જાન્યુઆરીએ પંઠા ચોકથી યાત્રા બોલેવર્ડ રોડ ખાતે નહેરુ પાર્ક સુધી જશે. શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કાજીગુંડમાં એન્ટ્રીના માત્ર એક કિલોમીટર બાદ જ રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક સામે આવી હતી. અહીં રાહુલનાં સુરક્ષા ઘેરાવમાં કેટલાક લોકો ઘુસી ગયા હતા. ત્યાર બાદ પોલીસ રાહુલગાંધી અને ઓમર અબ્દુલ્લાને ગાડીમાં બેસાડીને અનંતનાગ લઈ ગઈ હતી. અનંતનાગમાં રાહુલે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું હતુ- યાત્રા દરમિયાન પાલીસની સુરક્ષા ધ્વસ્ત થઈ ગઈ. ટનલથી યાત્રા નીકળ્યા બાદ પોલીસકર્મી દેખાયા નહોતા. રાહુલે વધુમાં કહ્યું કે, મારા સુરક્ષાકર્મીઓએ જણાવ્યું કે વધુ આગળ જઈ શકાશે નહીં. જેથી મારે મારી યાત્રા રોકવી પડી હતી. રાહુલ ગાંધીઃ ભીડને કાબૂ કરવાની તંત્રની જવાબદારી છે, જેથી અમે યાત્રા કરી શકીએ. મારી સુરક્ષા કરી રહેલા લોકોની સલાહને ન માનવી તે મારા માટે મુશ્કેલ હતું. કોંગ્રેસ પ્રમૂુખ મલ્લિકાર્જુન ખડગે કહ્યું હતું કગે રાહુલ ગાંધીની સુરક્ષામાં ચૂક થવી તે પરેશાની કરનારું છે. ભારત પહેલા જ બે પીએમ અને કેટલાક નેતાઓને ગુમાવી ચુક્યું છે. અમે યાત્રીઓ માટે સઘન સુરક્ષાની માંગ કરીએ છીએ. જમ્મુ-કાશ્મીરના અધિક મુખ્ય ગૃહસચિવ આરકે ગોયલઃ સરકાર સુરક્ષા મામલે ગંભીર છે. ભારત જાેડો યાત્રા માટે તમામ પ્રકારની શક્ય સુરક્ષા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. રાહુલ ગાંધીની સુરક્ષામાં છયેલી ચૂક બાબતે કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિંહા પર નિશાન સાધ્યું હતુ. વેણુગોપાલે સુરક્ષામાં ચૂક બાબતે પોલીસ અધિકારીઓ અને ઝ્રઇઁહ્લના જવાનોને જવાબદાર ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતુ કે છેલ્લી ૧૫ મિનિટ સુધી યાત્રામાં એકપણ સુરક્ષા અધિકારી નહોતો. આ ગંભીર ચૂક છે. રાહુલ અને અન્ય કાર્યકરો સુરક્ષા વીના યાત્રામાં આગળ વધી શકે તેમ નહોતા. ભારત જાેડો યાત્રા ૭ સપ્ટમ્બરે કન્યાકુમારીથી શરું થઈ હતી. તેણે ગુરુવારે પંજાબથી જમ્મુ-કાશ્મીરમાં એન્ટ્રી કરી હતી. ૩૦ જાન્યુઆરીએ રાહુલ ગાંધી કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે તિરંગો ફરકાવશે. આ સાથે જ યાત્રા સમાપ્ત થશે.
