Kerala

ઇસ્લામમાં ફતવાઓનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે ઃ કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન

કોચ્ચી
કેરળના ગવર્નર આરિફ મોહમ્મદ ખાન અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હવે તેઓએ તેમની હાલત માટે મુસ્લિમોને જવાબદાર ઠેરવ્યા છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં રવિવારે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે કહ્યું, ‘આધુનિક શિક્ષણને ઈસ્લામ વિરુદ્ધ માનવામાં આવતું હતું. તેઓ કાં તો તેના પર પ્રતિબંધ મૂકવા માંગતા હતા અથવા મુસ્લિમ વિદ્યાર્થીઓને તેને ભણતા અટકાવવા માંગતા હતા. એએમયુની સ્થાપના કરનાર સર સૈયદનો ઉલ્લેખ કરતા, તેમણે કહ્યું, ‘સર સૈયદે કહ્યું કે આપણે (મુસ્લિમો) આપણી પછાતતા માટે પોતે જ જવાબદાર છીએ, તેમણે દોષને બદલવાનો પ્રયાસ કર્યો ન હતો. તેમણે એમ પણ કહ્યું કે જાે મુસ્લિમો શિક્ષણની બાબતમાં પછાત રહેશે તો તેઓ સમગ્ર દેશ માટે સમસ્યા બની જશે.કાર્યક્રમ દરમિયાન આરિફ મોહમ્મદ ખાને એમ પણ કહ્યું કે ઇસ્લામમાં ફતવાઓનો ઉપયોગ રાજકીય હથિયાર તરીકે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે જ્યારથી તેઓ કોંગ્રેસમાં હતા ત્યારથી તેમની વિરુદ્ધ ફતવા બહાર પાડવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘દરેક સમાજમાં હંમેશા બે પ્રકારના વિચારો હોય છે. પરંતુ જેમની પાસે સત્તા છે તેઓ તેમના વિચારોનો પ્રચાર કરે છે. તેમણે કહ્યું કે મૌલાનાઓને શાસકો દ્વારા બનાવવામાં આવ્યા છે જેથી તેમના ર્નિણયોને ધાર્મિક કાયદેસરતા મળી શકે. આરિફ મોહમ્મદ ખાને દાવો કર્યો હતો કે પયગમ્બરના મૃત્યુ બાદથી ઇસ્લામ રાજનીતિ પર કબજાે કરી રહ્યો છે. આરિફ મોહમ્મદ ખાને દાવો કર્યો કે કુરાનમાં ઓછામાં ઓછા ૨૦૦ આવા ઉદાહરણો છે, જ્યાં કહેવામાં આવ્યું છે કે બ્રહ્માંડના સર્જક જ નક્કી કરી શકે છે કે શું સાચું છે અને શું ખોટું છે. તે નક્કી કરવામાં આવશે જ્યારે લોકો મૃત્યુ પછી તેના નિર્માતાને મળશે. કુરાન અનુસાર, કોઈ પણ મનુષ્યને, પયગંબરને પણ નહીં, આ ર્નિણય કરવાનો અધિકાર આપવામાં આવ્યો નથી.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *