ખજુરાહો-મધ્યપ્રદેશ
ભારતીય રેલ્વે મુસાફરોની સુવિધાઓ પર સતત કામ કરી રહી છે. ગત દિવસોમાં પીએમ મોદીએ મુંબઈમાં બે સેમી હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. સરકાર દ્વારા વંદે ભારત ટ્રેનથી દેશના વિવિધ ખૂણાઓને જાેડવામાં આવી રહ્યા છે. એવી અપેક્ષા છે કે ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં, રેલ્વે મંત્રાલય દેશના ૧૫૦ શહેરોને વંદે ભારત ટ્રેન સાથે જાેડવામાં સક્ષમ રહેશે. આ સિવાય રેલ્વે વર્ષ ૨૦૨૬ સુધીમાં દેશમાં ૪૦૦ વંદે ભારત ટ્રેનો દોડાવવાની તૈયારી કરી રહી છે. આનાથી મુસાફરીનો સમય ઘટશે. શું વંદે ભારત સાથે જાેડાશે વિશ્વ પર્યટન નગરી?.. જાણો કયું છે આ રુટ?.. તે જાણો.. હવે મધ્યપ્રદેશને પણ વંદે ભારત ટ્રેનની ભેટ મળવા જઈ રહી છે. સ્ઁની વિશ્વ પર્યટન નગરી ખજુરાહોને ટૂંક સમયમાં જ રેલ પરિવહનના સંદર્ભમાં એક મોટી ભેટ મળવા જઈ રહી છે. દિલ્હીથી ખજુરાહો સુધી વંદે ભારત એક્સપ્રેસ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આ અંગેનું આશ્વાસન કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વીની વૈષ્ણવે ખજુરાહોના સાંસદ વિષ્ણુદત્ત શર્માને આપ્યું છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ખજુરાહોના સાંસદ વિષ્ણુદત્ત શર્મા દિલ્હીમાં તેમના રોકાણ દરમિયાન કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને મળ્યા હતા. આ દરમિયાન રેલ્વે મંત્રાલયના અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. કેન્દ્રીય રેલ્વે મંત્રી વૈષ્ણવે બુંદેલખંડ પ્રદેશમાં રેલ સુવિધાઓના ઝડપી વિકાસની ખાતરી આપી હતી. રેલવે પ્રધાન વૈષ્ણવે એમપી શર્માને ખાતરી આપી હતી કે લલિતપુર-સિંગરૌલી રેલ લાઇન પર કામ ટૂંક સમયમાં શરૂ થશે. આને લગતા જમીન સંપાદનનો મુદ્દો ટૂંક સમયમાં ઉકેલવામા આવશે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ રેલ મંત્રીએ ખજુરાહો માટે વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાની વાત કરી હતી. રેલ મંત્રીએ પ્રદેશ અધ્યક્ષને કહ્યું કે ખજુરાહો વંદે ભારત એક્સપ્રેસ ટૂંક સમયમાં દિલ્હીથી શરૂ થશે. આ સાથે ખજુરાહો રેલવે સ્ટેશનને ક્લાસ વન બનાવવા માટેના એક્શન પ્લાન પર કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન ખજુરાહોના સાંસદ શર્માએ રેલવે મંત્રી વૈષ્ણવને ખજુરાહો-બનારસ અને ખજુરાહો-ભોપાલ સીધી ટ્રેન સેવા શરૂ કરવા પણ વિનંતી કરી હતી.
