મુંબઇ
ચૂંટણી પંચે એકનાથ શિંદે જૂથને શિવસેનાનું નામ અને પ્રતીક આપી દીધું છે. ચૂંટણી પંચના આ ર્નિણય સામે ઉદ્ધવ જૂથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે તાત્કાલિક ધોરણે સુનાવણી કરવા વિનંતી કરી હતી. તેમની માગ પર સીજેઆઈએ તરત જ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો. તેમણે કહ્યું કે અરજીમાં તાત્કાલિક ઉલ્લેખ કરવાની પ્રક્રિયા છે, જેનું પાલન કરવું જાેઈએ. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ સુપ્રીમમાં ચુંટણી પંચના આદેશનો ઉલ્લેખ કર્યો હતો. તેના પર સીજેઆઈએ કહ્યું કે તાત્કાલિક બાબતોનો ઉલ્લેખ કરવા માટે એક સિસ્ટમ બનાવવામાં આવી છે. દરેક વ્યક્તિએ તેના પર વિશ્વાસ કરવો જાેઈએ. તેથી જ તેમણે કાલે આવવું જાેઈએ. વાસ્તવમાં, આ અરજી ઉલ્લેખિત સૂચિમાં નહોતી. તેથી જ કોર્ટે આવતી કાલે તેનો ઉલ્લેખ કરવા જણાવ્યું હતું. ચૂંટણી પંચના આદેશને ખામીયુક્ત ગણાવતા ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટને તેના પર સ્ટે મૂકવાની વિનંતી કરી છે. ઉદ્ધવ જૂથ અરજીને તાત્કાલિક સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. શિંદે જૂથને ઉદ્ધવ જૂથના આ પગલાની પહેલેથી જ જાણ હતી. એટલા માટે તેમણે ચૂંટણી પંચના ર્નિણય બાદ જ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હકીકતમાં, ચૂંટણી પંચે પોતાના ર્નિણયમાં શિંદે જૂથને શિવસેનાનું નામ અને ધનુષ અને તીરનું ચૂંટણી ચિન્હ આપવાનો ર્નિણય લીધો હતો. આ ર્નિણય બાદ શિંદે જૂથમાં ખુશીની લહેર જાેવા મળી રહી છે તો બીજી તરફ ઉદ્ધવ જૂથે આ ર્નિણયને સુનિયોજિત અને પક્ષપાતી ગણાવ્યો છે. શિવસેનાનું નામ અને ચિન્હ મેળવીને ઉત્સાહિત શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરીને માગણી કરી હતી કે તેમનો પક્ષ સાંભળ્યા વિના કોઈ એકપક્ષીય આદેશ પસાર ન કરવો જાેઈએ. ઉદ્ધવ જૂથના નેતા અને રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના નિવેદનથી એવી અટકળો શરૂ થઈ ગઈ હતી કે ઉદ્ધવ જૂથ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. ચૂંટણી પંચના ર્નિણય પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે હવે માત્ર સુપ્રીમ કોર્ટ જ લોકશાહીની રક્ષા કરી શકે છે.
