National

ગ્રામીણ ફાઈનાન્સ, વ્યવસ્થાપક, વિકાસ અને કર્મચારી તાલીમ ક્ષેત્રે બેંગ્લોર સ્થિત દેશવ્યાપી કામગીરી કરતી સંસ્થા નેશનલ ઈન્સ્ટીટ્યુટ ફોર રૂરલ બેકિંગ ટ્રસ્ટી મંડળના પ્રમુખ પદે દિલીપ સંઘાણીની નિમણૂંક

બેગ્લોર
રાષ્ટ્રિય ક્ષેત્રે સમગ્ર દેશમાં નૂતન અભિગમ સાથે કામગીરી કરી રહેલ સાથોસાથ અનેક રાષ્ટ્રિય–પ્રાદેશીક સહકારી સંસ્થાઓમા પદભાર સંભાળતા દિલીપ સંઘાણીને વધુ એક જવાબદારી સોપવામા આવતા ચોમેરથી અભિનંદન સાથે શુભકામના પાઠવવામા આવી રહી છે, ટ્રસ્ટી મંડળની બેઠકમા સંઘાણીના નામની મહોર લગાવવામા આવી હતી.
ગ્રામીણ ફાઈનાન્સ, વ્યવસ્થાપન, ધિરાણ, વિકાસ અને ગ્રામીણ બેંકિંગ કર્મચારીઓને તાલીમબધ્ધ કરવાની કામગીરી કરતી બેંગ્લોર સ્થિત નેશનલ ઈન્સ્ટિટ્યુટ ફોર રૂરલ બેકિંગ (એનઆઈઆરબી) ના પ્રમુખ તરીકે વરણી કરવામા આવતા આ ક્ષેત્રે આનંદની લાગણી ફેલાઈ છે. આ સંસ્થા નાબાર્ડ અને જર્મન સાથે ટેકનીકલી સહયોગ ધરાવે છે. દેશ–વિદેશમા બીઝનેસ ફેસેલીટી, સર્ટિફીકેટ તાલીમ પ્રોગ્રામ વિગેરેનું કામગીરી કરતી જાહેર ટ્રસ્ટ તરીકે નોંધાયેલ છે જે રાષ્ટ્રય સહકારી ચળવળનું મુખ્ય કેન્દ્ર છે. આ સંસ્થામા મેળવેલ તાલીમ એટલી મહત્વની છે કે જેની નોંધ સમગ્ર દેશની સહકારી પ્રવૃતિપર અસરકારક બને છે. માનવ સંસાધન અને તાલીમ દ્રારા ગ્રામીણ બેંકિંગ સેવામા શ્રેષ્ઠતા પ્રદાન કરવાના કામ પર ધ્યાન આપવામા આવે છે. ગુણવતાયુકત તાલીમ, મેનેજમેંન્ટ કૌશલ્યનો ઉછેર, અભ્યાસ, સંશોધન વિગેરે ક્ષેત્રની મહત્વપૂર્ણ સંસ્થાના દિલીપ સંઘાણીની નિમણૂંક થતા ચોમેરથી અભિનંદનવર્ષા થઈ રહયાનું જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *