National

ન્યૂઝીલેન્ડમાં પુરની સાથે ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ

વેલિંગટન
સાઈક્લોનની માર વેઠી રહેલા ન્યૂઝીલેન્ડમાં અત્યારે ભૂકંપના આકરા ઝટકા અનુભવાઈ રહ્યા છે. ન્યૂઝીલેન્ડમાં લોઅર હટથી ૭૮ કિમી ઉત્તર પશ્ચિમમાં રિક્ટર સ્કેલ પર ૬.૧ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. યૂરોપિય-ભૂમધ્ય ભૂકંપીય કેન્દ્રએ (ઈેિર્ॅીટ્ઠહ-સ્ીઙ્ઘૈંીિટ્ઠિહીટ્ઠહ જીીૈજર્દ્બર્ઙ્મખ્તૈષ્ઠટ્ઠઙ્મ ઝ્રીહંિી) જણાવ્યું કે, બુધવારે સાંજે સ્થાનિક સમયાનુસાર ૭ કલાકને ૩૮ મીનિટ પર ન્યૂઝીલેન્ડના સરકારી ભૂકંપીય મોનિટર જિયોનેટે કહ્યું કે, ભૂકંપના ઝટકા ૪૮ કિમીની ઊંડાઈ પર અનુભવાયા હતા. જેનું કેન્દ્ર પારાપરામૂ શહેરથી ૫૦ કિમી દૂર હતું. આપને જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડમાં ચક્રવાત ગેબ્રિયલના કારણે જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે. આઈક્લોને જ્યાં કેટલાય દ્વિપ પર ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે. તો વળી દેશમાં પુરે વિકરાળ રુપ ધારણ કર્યું છે. આવી રીતનું સંકટ ન્યૂઝીલેન્ડે અગાઉ ક્યારેય જાેયું નથી. ક્રિસ હિપકિંસની સરકારે પહેલા જ ઈમરજન્સીની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડના ઈતિહાસમાં આ ફક્ત ત્રીજી વાર થયું છે, જ્યારે કોઈ રાજ્યમાં કટોકટી જાહેર કરવી પડી હોય. ચક્રવાતના કારણે ૧૬ લાખ લોકો પ્રભાવિત થયા છે. જ્યારે ૩ મોત થયા છે. આપને જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડની કુલ વસ્તી ૩૦થી ૪૦ લાખની વચ્ચે છે. એટલે કે, ત્યાંની ૧/૩ વસ્તી પુરની વિભીષિકા વેઠી રહી છે. ન્યૂઝીલેન્ડમાં લગભગ સવા લાખ લોકો રસ્તા પર આવી ગયા છે. પુરના કારણે ઝાડ પડવાથી ઘર તૂટી ગયા છે અને ભૂસ્ખલનમાં કેટલાય રહેણાંક વિસ્તારને નુકસાન પહોંચ્યું છે. દેશના કેટલાય ભાગમાં રસ્તા ભૂસ્ખલનના કારણ બંધ પડ્યા છે. ન્યૂઝીલેન્ડના નોર્થ આઈલેન્ડના સુદૂર ઉત્તર અને પૂર્વી તટ પર સાઈક્લોનના કારણે સૌથી વ્યાપક નુકસાન થયુ છે. હોકીની ખાડી, કોરોમંડલ અને નોર્થલેન્ડ જેવા વિસ્તારમાં પણ ઘણુ નુકસાન થયું છે. ચક્રવાત ગેબ્રિએલના કારણે ન્યૂઝીલેન્ડના નોર્થ આઈલેન્ડમાં મોટા પાયે પુર આવ્યું છે. સાથે જ સમુદ્રી લહેર પણ ખૂબ ઉંચાઈ સુધી ઉઠી રહી છે. ભારે વરસાદ અને તેજ હવાઓના કારણે ૪૦ હજારથી વધારે ઘરોની વીજળી ગુલ થઈ ગઈ છે. જ્યારે હજારો ફ્લાઈટ રદ કરવી પડી છે.

File-01-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *