National

પાકિસ્તાન જાેઈ રહ્યું છે અમીર બનવાના સપના?!.. જનતા પર નાખી શકે છે મસમોટો ટેક્સ!..

ઈસ્લામાબાદ
પોતાના સૌથી મોટા આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષની સાથે બેઠક સમાપ્ત થઈ ગઈ છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ અનુસાર, બેઠકને પાકિસ્તાનના નાણામંત્રી, ઈશાક ડારે ખૂબ જ સકારાત્મક ગણાવી, જે અંતર્ગત સરકાર કેટલાય ફેરફાર કરવા જઈ રહી છે. ડારે જણાવ્યું કે, પાકિસ્તાનની લોન કાર્યક્રમને પુનર્જિવીત કરવા માટે એક મીનિ બજેટના માધ્યમથી ૧૭૦ અબજ રૂપિયા ટેક્સ લગાવવો પડશે. મીડિયા સાથે વાત કરતા, પાકિસ્તાનના મંત્રીએ પુષ્ટિ કરી કે, દેશને વોશિંગટન સ્થિત ઋણદાતા પાસેથી આર્થિક અને નાણાકીય નીતિઓનો ડ્રાફ્ટ પ્રાપ્ત થયો છે. તેમણે એ પણ વાગોળ્યું કે, હાલની સરકાર દ્વારા જે કાર્યક્રમ લાગૂ કરવામા આવી રહ્યો છે, તે એજ છે, જે પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને ૨૦૧૯-૨૦૨૦માં આઈએમએફની સાથે હસ્તાક્ષર કર્યા હતા. હાલની સરકારે એક સંપ્રભુ પ્રતિબદ્ધતા તરીકે કરાર પર પહોંચવા માટે વાતચીત કરી રહી છે. તેમણે કહ્યું કે, આ એક જૂનો કરાર છે, જેને પહેલા રદ અથવા ટાળી દેવામાં આવ્યો હતો. ડિફોલ્ટ હોવાની નજીક પહોંચી ચુકેલા પાકિસ્તાન હવે ૈંસ્હ્લ પાસેથી પોતાની પાતળી હાલત મીટાવાની આસ લગાવી રહ્યું છે. જાે કે, આઈએમએફના કેટલીક શરતો તેને પરેશાન કરી દીધી છે. ઓછા થતાં ડોલર ભંડાર બાદ પાકિસ્તાન પોતાના ખાદ્ય સંકટથી નિવારણ પ્રાપ્ત નથી કરી રહ્યું. મીડિયા રિપોર્ટ મુજબ ગુરુવારે નવ વર્ષમાં પહેલી વાર દેશનો વિદેશી મુદ્રા ભંડાર ૩ બિલિયન ડોલરથી નીચે આવી ગયો છે. આ પૈસાથી પાકિસ્તાન ફક્ત દસ દિવસ સુધી પોતાના એક્સપોર્ટના બિલોનું ચુકવણી કરી શકશે.

Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *