હૈદરાબાદ
હૈદરાબાદનાં આઠમા નિઝામ મુકર્રમ જાહનાં નિધન પછી એમનાં દિકરા અજમત જાહ હૈદરાબાદનાં નવા નિઝામ હશે. તેમની તાજપોશી ૧૭ જાન્યુઆરીએ થશે. અજમતની મોટાભાગની ઉંમર વિદેશોમાં જ વીતી છે. તે મોટેભાગે લંડનમાં જ રહે છે. તેમની ઉંમર ૬૨ વર્ષની છે. તેમનો જન્મ ૨૩ જુલાઇ ૧૯૬૦નાં પેડિંગટન લંડનમાં થયો છે. તેમણે કેલિફોર્નિયા યુનિવર્સિટટીથી સિનેમેટોગ્રાફીમાં ગ્રેજ્યુએશન કરેલું છે. આજમત દુનિયાના વિખ્યાત ફોટોગ્રાફર અને સિનેમેટોગ્રાફરમાં સામેલ છે. અજમત જાહની માતા પ્રિન્સેસએજરા હૈદરાબાદનાં આઠમાં નવાબની પહેલી પત્ની હતી. આમ તો તેમના તલાક થઇ ચૂક્યાં છે પણ તે પહેલું સંતાન હોવાનાં કારણે નિઝામની ગાદી મળશે.