Entertainment

પેટમાં ટ્યુમર, કિડની ખરાબ અને હાર્ટ પ્રોબ્લેમ; પૂર્વ પતિ રિતેશ સિંહે કહ્યું, ‘કેન્સરના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે’

રાખી સાવંતની તબિયત ખરાબ હોવાને કારણે તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રાખીના પૂર્વ પતિ રિતેશ સિંહના જણાવ્યા અનુસાર તેની હાલત ખૂબ જ ગંભીર છે. દિવ્ય ભાસ્કરને આપેલાઇન્ટરવ્યૂમાં રિતેશે જણાવ્યું કે રાખી એક સાથે અનેક ગંભીર બીમારીઓનો સામનો કરી રહી છે. રિતેશના કહેવા પ્રમાણે, સામાન્ય રીતે રાખીની વાતને ગંભીરતાથી લેવામાં આવતી નથી. પરંતુ, આ વખતે સ્થિતિ યોગ્ય નથી.

રાખીની કિડની અને હાર્ટમાં સમસ્યા

રાખીની બીમારી અંગે રિતેશે કહ્યું, ‘ડોક્ટરના કહેવા પ્રમાણે રાખીના પેટમાં સોજો છે. કિડનીને પણ નુકસાન થયું છે. આટલું જ નહીં તેને હાર્ટની સમસ્યા પણ છે. ડોક્ટરોએ ટેસ્ટ કરાવ્યા છે. પરંતુ હજુ સુધી તમામ ટેસ્ટના રિપોર્ટ આવ્યા નથી. સોનોગ્રાફીનો રિપોર્ટ આવી ગયો છે, જેમાં ગાંઠની સાઈઝ નોંધપાત્ર રીતે વધી ગઈ હોવાનું જણાય છે. હવે આ ગાંઠ કેન્સરની છે કે નહીં તેની તપાસ ડોક્ટરો કરી રહ્યા છે. એકંદરે, પરિસ્થિતિ યોગ્ય નથી.