જામનગર જિલ્લા પોલીસવડા ડૉ. રવિ મોહન સૈનીએ મેઘપર પડાણા પોલીસ મથકની વાર્ષિક મુલાકાત લીધી હતી. તેમણે પોલીસ મથકનું ઇન્સ્પેક્શન કર્યું હતું. ઇન્સ્પેક્શન દરમિયાન, પોલીસ મથકની કામગીરી, અલગ અલગ રેકોર્ડ, ગુનાઓની તપાસ અને પેન્ડિંગ કેસોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાને લગતી કામગીરી પણ તપાસવામાં આવી હતી. પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જરૂરી […]
Author: JKJGS
જામનગરનાં 9 વર્ષીય વિહાન ચેતરિયાએ માઉન્ટ યુનામ સર કર્યું
જામનગરના ૯ વર્ષના વિહાન ચેતરિયાએ હિમાલયમાં ૬,૧૧૧ મીટર ઊંચું માઉન્ટ યુનામ સફળતાપૂર્વક સર કર્યું છે. આ સાથે તેણે સાહસ અને પર્વતારોહણના ક્ષેત્રમાં મોટી સિદ્ધિ મેળવી છે. વિહાને ૧૦ સપ્ટેમ્બરે બિકાટ એડવેન્ચર દ્વારા આયોજિત એક અભિયાન હેઠળ માઉન્ટ યુનામનું શિખર સર કર્યું હતું. વિહાનની આ સિદ્ધિ ખાસ છે, કારણ કે ૬,૦૦૦ મીટરથી વધુ ઊંચાઈ ધરાવતું શિખર […]
જામનગરના ટાઉનહોલ સર્કલને મળી વનતારા થીમ આધારિત નવી ઓળખ
જામનગરના ટાઉનહોલ સર્કલને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી નવી ઓળખ મળી છે. વનતારા થીમ પર વિકસાવવામાં આવેલા આ સર્કલનું લોકાર્પણ રવિવારે થયું. આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને મેયર મોનિકાબેન વ્યાસ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. રિલાયન્સના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન હેઠળ, PPP પ્રોજેક્ટ અંતર્ગત આ સર્કલને સુંદર બનાવવામાં આવ્યું છે. તેમાં શહેરી વિકાસ સાથે […]
દુબઈમાં એકાઉન્ટન્ટની નોકરી કરતા આધેડ પાસેથી 10.75 લાખ પડાવ્યા
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં રહેતા અને હાલ દુબઈમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા 57 વર્ષીય વ્યક્તિને ગોવામાં પ્રોપર્ટીમાં રોકાણ કરાવી સારો નફો અપાવવાની લાલચ આપીને સાયબર ગઠિયાઓએ 10.75 લાખ રૂપિયા પડાવી લીધા છે. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. મોબાઇલ પર સંપર્ક કરનાર શખ્સે ગૂગલ મીટ મારફતે અન્ય વ્યક્તિ સાથે વાત કરાવી તેમજ વિવિધ […]
વાહનના ઈ-ચલણના નામે ઠગાઈ
વડોદરા શહેરના હરણી વિસ્તારમાં રહેતા અને EME આર્મી કેમ્પમાં ફરજ બજાવતા 47 વર્ષીય સુબેદાર સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા છે. વાહનના ખોટા ઈ-ચલણના નામે આવેલા મેસેજમાં આપેલી શંકાસ્પદ લિંક પર ક્લિક કરતાં જ અજાણ્યા ઠગોએ સુબેદારના SBI ક્રેડિટ કાર્ડમાંથી ₹71,000નું ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી લીધું હતું. આ મામલે આર્મી જવાને હરણી પોલીસ સ્ટેશન તેમજ […]
સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ નવીનતમ સુવિધાઓનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
• ૩૦ બેડના અધતન ડાયાલિસીસ સેન્ટર સહિત મેડિકલ અને સર્જિકલ ૈંઝ્રેંનું વિસ્તરણ • મેડિકલ ICU ૧૦થી વધારીને ૨૦ બેડ અને સર્જિકલ ICU ૧૦થી વધારીને ૨૦ બેડ કરાયું • ઓર્ગન ડોનેશનના દર્દીઓ માટે આઇસોલેશન ICU, અપગ્રેડેડ ઇમરજન્સી વિભાગ અને હેલ્પ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ નવી સિવિલ હોસ્પિટલ અને સરકારી તબીબી મહાવિદ્યાલય, સુરતના કિડની બિલ્ડિંગ ખાતે આજરોજ વિવિધ […]
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તરભ વાળીનાથ ધામ ખાતે નવનિર્મિત ‘શ્રી વાળીનાથ ગુરુકુળ’નું લોકાર્પણ કર્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના તરભ વાળીનાથ ધામ ખાતે નવનિર્મિત ‘શ્રી વાળીનાથ ગુરુકુળ’નું લોકાર્પણ કર્યું હતું. આ મંગલ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ભગવાન વાળીનાથના ચરણોમાં શીશ ઝુકાવી પૂજન-અર્ચન કરી જનસુખાકારીની મંગલ કામના કરી હતી. આ અવસરે વાળીનાથ ધામના મહંત શ્રી જયરામગીરીજી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત સમારોહમાં મુખ્યમંત્રીશ્રીએ શિક્ષણ અને ધર્મના સંગમને વિકસિત ભારતની પાયાની જરૂરિયાત ગણાવી […]
નવસારીના ચીખલીમાં કાવેરી નદી બે કાંઠે વહેતાં તડકેશ્વર મહાદેવ મંદિર જળમગ્ન થયું
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જાેરદાર બેટિંગથી સમગ્ર નવસારી જિલ્લાના ઉપરવાસમાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન ભારે વરસાદ ખાબક્યો છે. ઉપરવાસમાં પડેલા મુસળધાર વરસાદને પગલે ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીમાં પાણીની આવકમાં મોટો ઉછાળો આવ્યો છે અને નદી બંને કાંઠે વહેતી થઈ છે. કાવેરી નદીના જળસ્તરમાં અચાનક થયેલા વધારાને કારણે નદી કિનારે આવેલું સુપ્રસિદ્ધ તડકેશ્વર મહાદેવ મંદિર ચોમાસાની […]
ભાવનગરમાં મીની દારૂની ફેક્ટરી મામલે કોર્ટે રેલવે કર્મચારી સહિત ૩ આરોપીઓના સપ્ટેમ્બર ૧૮ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા
ભાવનગર પોલીસે એક ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડીને શહેરમાં ધમધમતી નકલી દારૂ બનાવવાની મીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી નકલી દારૂ બનાવવાના કારસાનો પર્દાફાશ કરીને કુલ ૩ શખ્સોની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓમાં એક રેલવે કર્મચારી પણ શામેલ હોવાનું સામે આવતા સરકારી વર્તુળોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે ઘટના સ્થળેથી […]
શાપર-વેરાવળ નજીક ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જે.કે. પોલીમર્સ કંપનીમાં ભીષણ આગનો બનાવ
જીલ્લાના શાપર-વેરાવળ પાસે ઇન્ડસ્ટ્રીયલ ભાગમાં જે.કે. પોલીમર્સ નામની એક કંપનીમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. કંપનીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકનો કાચો માલ સંગ્રહિત હોવાથી આગે જાેતજાેતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આજ્ઞા બનાવ મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રવિવારે સવારે અંદાજિત સાડા પાંચ વાગ્યે શાપર-વેરાવળ ફાયર […]










