Entertainment

આ સાથે જ એક્ટ્રેસે સૌથી ‘અનરોમેન્ટિક ગિફ્ટ આપનાર’ વ્યક્તિ પણ કહ્યો

કેટરિના કૈફ અને વિકી કૌશલે થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યું અને વર્ષ 2021માં લગ્ન કર્યા. આ કપલ ઘણીવાર ઇન્ટરવ્યૂમાં એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે.

કેટરીના કૈફ વિચારતી હતી કે વિકી કૌશલ ‘ખડૂસ’ છે

કેટરીના કૈફ અને વિકી કૌશલે લગ્ન પહેલા પોતાના સંબંધો વિશે દુનિયાને જણાવ્યું ન હતું. જો કે લગ્ન બાદ બંને એકબીજા વિશે વાત કરતા જોવા મળે છે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂદરમિયાન વિકીને પૂછવામાં આવ્યું કે કેટરિનાને તેના વિશે શું પસંદ નથી. જેના જવાબમાં વિકીએ કહ્યું કે તેમના સંબંધોના પહેલાં બે વર્ષ સુધી કેટરીના તેને ‘ખડુસ’ કહીને બોલાવતી હતી. વિકીએ કહ્યું કે કેટરીના તેની જીદની કદર કરતી નથી.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આવું એટલા માટે છે કારણ કે વિકી પહેલાં માફી નથી માગતો? તેના જવાબમાં વિકીએ કહ્યું- હું પહેલા માફી માગુ છું. પણ ક્યારેક હું જીદ્દી બની જાઉં છું. જ્યાં સુધી મને કોઈ બાબત વિશે ખાતરી ન હોય, ત્યાં સુધી હું માફી માગવાની પહેલ કરતો નથી. અમારા સંબંધોના પ્રથમ બે વર્ષ કેટરિનાને મારો નિરાંતનો ચહેરો ‘ખડુસ’ લાગ્યો હતો.

ગિફ્ટ આપવામાં કેટરિનાને વિકી અનરોમેન્ટિક લાગતો હતો

વિકીએ ‘નો ફિલ્ટર નેહા’ શોમાં આગળ કહ્યું કે કેટરીનાએ તેને ‘સૌથી અનરોમેન્ટિક ગિફ્ટ આપનાર વ્યક્તિ’ કહ્યો છે. જ્યારે નેહાને પૂછવામાં આવ્યું કે વિકીએ તેની પત્નીને છેલ્લી ગિફ્ટ શું આપી હતી, તો વિકીએ કહ્યું – જ્વેલરી.

એક્ટ્રેસ ‘URI’થી વિકીની ફેન થઇ

નેહાએ તે સમયની વાર્તા પણ શેર કરી જ્યારે કેટરીના વિકીની ફિલ્મ ‘URI: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ના સ્ક્રીનિંગ માટે આવી હતી. તે સમયે વિકી-કેટરિના એકબીજાને ડેટ કરતા ન હતા. નેહાએ જણાવ્યું કે સ્ક્રિનિંગ દરમિયાન કેટરિના એક્ટરની એક્ટિંગથી સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. નેહાએ યાદ કરીને કહ્યું- એવું લાગતું હતું કે કેટરિના એ સુંદર ક્ષણનો આનંદ માણી રહી હતી જ્યાં તે તમને ખૂબ જ પ્રેમથી જોઈ રહી હતી.

નેહાએ વિકી-કેટરિનાના લગ્નની વાત પણ કહી

વિકી અને કેટરિનાના લગ્નમાં નેહા પણ સામેલ હતી અને તેણે તે સમયની કેટલીક યાદો પણ શેર કરી હતી. નેહાએ પૂછ્યું કે લગ્નના ત્રણ દિવસની ઉજવણી દરમિયાન મહત્ત્વના નિર્ણયો કોણે લીધા? વિકી કહે છે- મેં કેટરિનાને એક વાત કહી હતી, હું તે જ કરીશ જે તને ખુશ કરે. તમારી પત્ની ખુશ હોય ત્યારે જ તમને શાંતિ મળે છે. સાચું કહું તો એ ત્રણ દિવસ મારા જીવનના અત્યાર સુધીના સૌથી સુખી અને સુંદર દિવસો હતા.

લગ્ન બાદ વિકી અને કેટરીનાના જીવનમાં બદલાવ આવ્યો છે

વિકીએ એમ પણ કહ્યું કે જ્યારે તે નિયતિમાં વિશ્વાસ રાખે છે, ત્યારે કેટરીના ફ્લો પ્રકારની વ્યક્તિ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વિકી-કેટરિનાએ જીવનને એકબીજાના દૃષ્ટિકોણથી જોવાનું શરૂ કર્યું છે. આમ કરવાથી બંનેના જીવનમાં સકારાત્મક પરિવર્તન પણ આવ્યા છે.