Entertainment

કાનમાં જોવા મળ્યો એશનો ‘ગોર્જિયસ’ લૂક, તૂટેલાં હાથ સાથે વોક કર્યું, દીકરી આરાધ્યા માની મદદે ખડેપગે

ઐશ્વર્યા રાય બચ્ચન કાન 2024માં ભાગ લેવા ફ્રાન્સ પહોંચી ગઈ છે. રેડ કાર્પેટ પર ઐશ્વર્યા પહેલીવાર બ્લેક ગાઉનમાં જોવા મળી હતી. હાથમાં પાટો હોવા ઐશ્વર્યાએ સારી રીતે વોક કર્યું હતું. ગાઉન કેરી કરવા માટે તેની પુત્રી આરાધ્યા ઉપરાંત 4 લોકોની ટીમ સામેલ હતી. તેમના ગ્લેમ સ્ક્વોડના ગ્રુપે લોન્ગ ડ્રેસ ટ્રેઈનને પકડીને તેમને રેડ કાર્પેટ પર લઈ જતા જોવા મળ્યા હતા.

ઐશ્વર્યાનો ડ્રેસ ફાલ્ગુની અને શેને ડિઝાઈન કર્યો છે

ઐશ મોનોક્રોમેટિક લુકમાં જોવા મળી હતી

ઐશ્વર્યાના આઉટફિટની વાત કરીએ તો તેમણે બ્લેક અને ગોલ્ડન ગાઉન પહેર્યું હતું. આ ઓફ શોલ્ડર ડ્રેસમાં તેમના ડ્રેસ પર ગોલ્ડન એમ્બિલિશમેન્ટ હતું. ઐશ્વર્યાએ તેનો મેકઅપ લાઈટ રાખ્યો અને ગોલ્ડન કલરના હૂપ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો છે. ઐશ્વર્યાના આ લુકને મોનોક્રોમેટિક લુક કહેવામાં આવે છે. તેણીએ સફેદ શ્રગ સાથે બ્લેક મોનોક્રોમેટિક ડ્રેસની જોડી બનાવી છે. તેને ડિઝાઇનર જોડી ફાલ્ગુની અને શેન દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે.

મેગાલોપોલિસ સ્ક્રીનિંગ માટે ઐશ્વર્યાએ 3D એલીમેન્ટ્સ સાથેનો ગાઉન પસંદ કર્યો
કાનમાં ઐશ્વર્યા પહેલીવાર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી