બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે વર્કિંગ મધર બનવાના પડકારો વિશે હાલમાં જ ખુલ્લીને વાત કરી છે. એક ઇન્ટરવ્યૂમાં આલિયાએ 2022માં રાહાને જન્મ આપ્યા બાદ થયેલા ફેરફારો વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે તે પોતાની દીકરીને ઘરે છોડીને કામ પર જવા માટે પોતાને દોષિત માને છે.
આલિયાએ એમ પણ કહ્યું હતું કે તે રાહાને મોટી થયા પછી તેનું ઘર છોડવા દેશે નહીં, જેમ તેમણે 23 વર્ષની ઉંમરે પિતાનું ઘર છોડી દીધું હતું.
આલિયાએ ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘મને યાદ છે કે જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી અને લંડનમાં ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’નું શૂટિંગ કરી રહી હતી ત્યારે મને ત્રણ રાત સુધી ઊંઘ ન આવી. આનું કારણ એ હતું કે હું ખૂબ જ અપરાધભાવ અનુભવી રહી હતી કે હું સારી પુત્રી નથી.
આ ઇન્ટરવ્યૂમાં આલિયાની માતા સોની રાઝદાન પણ હાજર હતી, જેમણે પોતાની દીકરી વિશે કહ્યું હતું કે, ‘આલિયા માનસિક સ્વાસ્થ્ય પર ઘણું ધ્યાન આપે છે, પરંતુ ક્યારેક એવા દિવસો આવે છે જ્યારે તેને ચિંતા થઈ જાય છે કે તે અમારો કૉલ ઉપાડી શકતી નથી અને અમને સમય નથી આપતી.