બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલના અવાજના દરેક લોકો દિવાના છે. સંગીતની દુનિયા સિવાય શ્રેયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. આજકાલ તે પોતાની સુંદર ટ્રેડિશનલ સાડીઓને કારણે સમાચારમાં રહે છે. શ્રેયા એથનિક લુકમાં ખૂબ જ સુંદર લાગે છે હાલમાં એક તસ્વીર સામે આવી હતી જેમાં શ્રેયા ઘોષાલે લાલ સાડીની સાથે ઓક્સોડાઇઝ્ડ જ્વેલરી, ગ્લોસી મેકઅપ અને વાંકડિયા વાળનો અંદાજ પણ ઘણો શાનદાર લાગી રહ્યો હતો. અને કહેવાય છે કે બ્લેક એન્ડ વ્હાઇટ રંગનું કોમ્બિનેશન ફેશનની દુનિયામાં એવરગ્રીન મનાય છે.
જેમાં શ્રેયા ઘોષાલે પણ બ્લેક એન્ડ વ્હાઇટ લુકમાં સુંદર લાગે છે. એ પહેલા શ્રેયા ઘોષાલે બ્લેક બ્લાઉઝ સાથે ચમકદાર બનારસી ગોલ્ડન સાડી પહેરી હતી જેમાં તેણીની સુંદરતા વધારે સારી લાગી હતી જે ફેન્સને ખુબ પસંદ આવી હતી. આ સાથે તેણીએ સાડી સિલ્વર ઓક્સોડાઇઝ્ડ જ્વેલરી, કર્લી હેર સ્ટાઇલ અને લાઇટ મેકઅપ સાથેનો લુક કમ્પ્લીટ કર્યો હતો. આ સાથે જ બનારસી ડાર્ક મરૂન કલરની સાડીમાં પણ શ્રેયા ઘોષાલ ખૂબ જ સુંદર લાગે છે. આ સાથે બનારસી સાડીને મિનિમલ જ્વેલરી જેવી કે હેવી ગોલ્ડન એરિંગ્સ અને મેચિંગ બ્રેસલેટ સાથે સ્ટાઇલ કરવામાં આવી હતી.