હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક આજકાલ છૂટાછેડાની અફવાઓને લઈને ચર્ચામાં છે. નતાશા સ્ટેનકોવિચે તેના ઈન્સ્ટાગ્રામ પરથી હાર્દિક સાથેની તમામ તસવીરો હટાવી દીધી હતી. ત્યારથી, તેમના અલગ થવાની અફવાઓએ વેગ પકડ્યો. હવે નતાશા સ્ટેનકોવિકે આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર હાર્દિક સાથેના લગ્ન અને વેલેન્ટાઇન ફોટા સહિત તમામ ફોટા રિ-સ્ટોર કર્યા છે.
આ જોઈને કપલના ફેન્સ ખૂબ જ ખુશ છે. જો કે, ફોટા ગાયબ થવાનું અને રિ-સ્ટોર પાછળના સાચાં કારણ હજુ સુધી બહાર આવ્યા નથી.

હાર્દિક અને નતાશાના લગ્ન 2020માં થયા હતા
હાર્દિકે 1 જાન્યુઆરી, 2020 ના રોજ નતાશા સાથે સગાઈ કરી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા પણ આ માહિતી આપી હતી. તેમના લગ્ન 31 મે, 2020 ના રોજ થયા હતા. તે જ વર્ષે, 30 જુલાઈ 2020 ના રોજ, તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો.

