Entertainment

આજે ક્રૂઝ પહોંચશે કાન, અંબાણી પરિવારે 5 કલાકની પાર્ટી માટે અધધ… 424 કરોડ રૂપિયાનો વિલા બુક કરાવ્યો

અનંત-રાધિકાની પ્રી-વેડિંગ સેરેમની 29 મેથી શરૂ થઈ ગઈ છે. આ ફંક્શન જે 1 જૂન સુધી ચાલશે. આ સેલિબ્રેશન એસેન્ટ ક્રુઝ પર થઇ રહ્યું છે, જે 29 મેના રોજ ઇટાલીના પાલેર્મોથી રવાના થયુ હતું. આજે ક્રુઝ કાન પહોંચશે. જ્યાં આંતરરાષ્ટ્રીય કલાકાર કેટી પેરી મહેમાનો માટે પરફોર્મ કરવા જઈ રહી છે. રિપોર્ટ મળી રહ્યા છે ,કે કેટીને કેટલાક કલાકોના પર્ફોર્મન્સ માટે કરોડોની ફી ચૂકવવામાં આવી છે.

હાલના ધ સન યુકેના રિપોર્ટમાં એક ઇન્સાઇડરના હવાલાથી કહેવામાં આવ્યું હતું કે ગાયિકા કેટી પેરી શુક્રવારે કાનમાં યોજાનારી પાર્ટી માટે રવાના થઈ ગઈ છે. તેના પરફોર્મન્સ માટે તેમને કરોડો રૂપિયા આપવામાં આવ્યા છે. શુક્રવારે અનંત-રાધિકાના પ્રી-વેડિંગનો ત્રીજો દિવસ છે. સાંજે, LA Vite E Viaggio (લાઇફ ઇઝ અ જર્ની) પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. તે એક માસ્કરેડ બોલ પાર્ટી બનવા જઈ રહી છે, જેમાં હાજરી આપનાર તમામ મહેમાનો તેમના ચહેરા પર માસ્ક પહેરશે.

મહેમાનો માટે મોટી આતશબાજીનું પણ આયોજન

આ પાર્ટી માટે અંબાણી પરિવારે કાનમાં 40 મિલિયન પાઉન્ડ (423 કરોડ રૂપિયા)નો વિલા બુક કરાવ્યો છે. 5 કલાક સુધી ચાલનારીઆ પાર્ટીમાં મહેમાનો માટે એક ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ડીજે બ્લેકકોફી અને બેક સ્ટ્રીટ બોયઝે 29 મેના રોજ પરફોર્મ કર્યું હતું

29 મેના રોજ ફંક્શનની શરૂઆત પાલેર્મોમાં વેલકમ લંચ સાથે થઈ હતી, ત્યારબાદ મહેમાનો માટે ક્રૂઝ પર સ્ટારીનાઈટ પાર્ટી યોજાઈ હતી. આ પાર્ટીમાં દક્ષિણ આફ્રિકાના ડીજે બ્લેક કોફી વગાડવામાં આવી હતી, જ્યારે અમેરિકાના લોકપ્રિય ડાન્સ ગ્રુપ બેક સ્ટ્રીટ બોયઝે પણ પાર્ટીમાં પરફોર્મ કર્યું હતું.

પર્ફોર્મન્સ દરમિયાન દક્ષિણ આફ્રિકાનો ડીજે બ્લેક કોફી