બોલિવૂડ એક્ટર નિકિતિન ધીરે હાલમાં જ સુપરસ્ટાર્સ સાથે કામ કરવાની વાત કરી હતી. નિકિતને ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં શાહરુખ ખાન અને ‘દબંગ 2’માં સલમાન ખાન સાથે કામ કર્યું હતું.
એક ઈન્ટરવ્યૂમાં સલમાનના સ્ટારડમ વિશે વાત કરતી વખતે નિકિતિને કહ્યું હતું કે એકવાર તેમની એક ઝલક મેળવવા માટે એટલી મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી કે તેમની સુરક્ષા માટે પચાસ બોડીગાર્ડ પણ ઓછા પડ્યા હતા.
ભીડથી સલમાન ખાન ઘેરાઈ જતા સુરક્ષા માટે 50 બોડીગાર્ડ તૈનાત
નિકિતિને કહ્યું, ‘અમે દબંગ 2નું શૂટિંગ કરી રહ્યા હતા. રવિવાર હતો અને ક્લાઈમેક્સ સીન શૂટ થવાનો હતો. સલમાન ખાન લગભગ 50 બોડીગાર્ડ સાથે સેટ પર આવ્યો અને ગામલોકોને ખબર પડી કે સલમાન આવી ગયો છે.
તમને વિશ્વાસ નહીં થાય કે સલમાનની આસપાસ એટલી ભીડ એકઠી થઈ ગઈ કે 50 બોડીગાર્ડ પણ પરિસ્થિતિને સંભાળી શક્યા નહીં. આ સ્થિતિમાં સેટ પર હાજર કેટલાક કલાકારોએ પણ સલમાનને બચાવવા કૂદવું પડ્યું હતું. બીજા દિવસે સલમાન માટે વધુ સુરક્ષા વધારવી પડી અને ઘણી કારનો ઓર્ડર પણ આપવામાં આવ્યો. આ સ્ટાર પાવર છે. દર્શકોનો પ્રેમ છે જે પૈસાથી ખરીદી શકાતો નથી.