જાણીતા યુટ્યુબર એલ્વિશ યાદવ ફરી એકવાર વિવાદોમાં ફસાયો છે. માર્ચ મહિનો તેના માટે મુશ્કેલ હતો, પરંતુ હવે એક નવો વિવાદ તેને ફરીથી હેડલાઇન્સમાં લઈ આવ્યો છે. અગાઉ સાપની તસ્કરીના કેસમાં પકડાયા બાદ હવે તેની સામે વિશ્વનાથ મંદિર પરિસરમાં ફોટા પડાવવાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
૧૭ માર્ચે એલ્વિશ યાદવની સાપની તસ્કરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને ૧૪ દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. આ મામલો હજી પૂરો થયો નહોતો અને તે નવા વિવાદમાં ફસાઈ ગયો. એલ્વિશ યાદવ હાલમાં જ તેના મિત્રો સાથે કાશી વિશ્વનાથ મંદિર પહોંચ્યો હતો. દર્શન કર્યા બાદ તેમણે મંદિર પરિસરમાં ફોટોગ્રાફ્સ લીધા હતા. આ ફોટોમાં તેમની સાથે પૂજારી શ્રીકાંત મિશ્રા પણ જાેવા મળી રહ્યા છે. વારાણસીના વકીલ પ્રતીક સિંહે આ અંગે પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. તેમનું કહેવું છે કે એલ્વિશ યાદવે મંદિર પરિસરના રેડ ઝોનમાં જઈને ફોટો પડાવ્યો, જે નિયમોનું ઉલ્લંઘન છે.
વારાણસીની મુલાકાતે નીકળેલા એલ્વિશે બાબા કાશી વિશ્વનાથના દર્શન કર્યા. પરંતુ આ દરમિયાન તેણે સ્વર્ણ શિખર પાસે તેનો ફોટો ક્લિક કરાવીને નવો વિવાદ સર્જ્યો હતો. બાબા કાશી વિશ્વનાથના સુવર્ણ શિખર સાથે તેમની તસવીર વાયરલ થતા જ કેટલાક લોકો નારાજ થઈ ગયા હતા. કારણ કે આ વિસ્તાર પ્રતિબંધિત રેડ ઝોન વિસ્તાર છે અને ત્યાં ફોટોગ્રાફી પર શખ્ત પ્રતિબંધિત છે.
વકીલોએ એલ્વિશની આ કાર્યવાહી સામે વારાણસી જિલ્લા મુખ્યાલય સ્થિત જાેઈન્ટ પોલીસ કમિશનર હેડક્વાર્ટર અને ક્રાઈમ ઓફિસમાં ફરિયાદ કરી હતી. પ્રતિક સિંહે પોલીસ કમિશનરને આ મામલે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે એલ્વિશ યાદવે કઈ સત્તાથી રેડ ઝોનમાં ફોટો પડાવ્યો અને તેમાં કોણ સામેલ હતા. એલ્વિશ યાદવ લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલા છે.
અગાઉ તે યુટ્યુબર સાગર ઠાકુર ઉર્ફે મેક્સટર્ન પર હુમલો કરવાને કારણે ચર્ચામાં હતો. પછી સાપની તસ્કરી કેસમાં ધરપકડ અને હવે કાશી વિશ્વનાથ મંદિરમાં ફોટો વિવાદ. સતત વિવાદોમાં ઘેરાયેલા હોવા છક્ષતાં એલ્વિશ યાદવની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી.