Entertainment

ઈતિહાસમાં પ્રથમ વખત મિસ યુનિવર્સ સ્પર્ધામાં સાઉદી અરેબિયાનો ધ્વજ જાેવા મળશે

કટ્ટરવાદી ઈસ્લામિક દેશ સાઉદી અરેબિયા બદલાઈ રહ્યો છે. સ્ત્રીઓના કિસ્સામાં પણ. ઈતિહાસમાં પ્રથમ વખત મિસ યુનિવર્સ સ્પર્ધામાં સાઉદી અરેબિયાનો ધ્વજ જાેવા મળશે. ૨૭ વર્ષની મોડલ રૂમી અલકાહતાની વિશ્વની સૌથી લોકપ્રિય સૌંદર્ય સ્પર્ધામાં સાઉદી અરેબિયાનું પ્રતિનિધિત્વ કરશે. રુમીએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, ‘મિસ યુનિવર્સ ૨૦૨૪ સ્પર્ધામાં ભાગ લેવા માટે હું સન્માનિત છું.

પ્રથમ વખત, સાઉદી અરેબિયા કિંગડમ આ સ્પર્ધામાં પ્રવેશ કરશે. રૂમીએ આ પોસ્ટ સાથે તેના ઘણા ફોટા પણ શેર કર્યા છે. આ જાહેરાત સાઉદી અરેબિયાની વિચારસરણીની પુષ્ટિ કરે છે જે સમય સાથે બદલાઈ રહી છે. સાઉદી હવે કટ્ટરવાદી દેશ તરીકેની પોતાની છબી બદલી રહ્યું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મહિલાઓને લઈને લેવાયેલા પગલાં આ વાત સાબિત કરે છે.

છેલ્લા ૫ થી ૭ વર્ષોમાં, સાઉદી અરેબિયાએ ઘણા એવા ર્નિણયો લીધા જેનાથી મહિલાઓને વધુ સ્વતંત્રતા સાથે જીવવાની તક મળી. ઘણા કાયદાઓમાં ફેરફારો કર્યા જેથી તેમને પહેલા કરતા વધુ અધિકારો મળ્યા. વર્ષ ૨૦૧૯ માં, મહિલાઓને પુરૂષ વાલીની પરવાનગી વિના વિદેશ પ્રવાસની મંજૂરી આપવામાં આવી હતી. આ સિવાય લગ્નની નોંધણીથી લઈને સત્તાવાર દસ્તાવેજાે બનાવવા માટે પુરૂષોની પરવાનગીની આવશ્યકતા પણ નાબૂદ કરવામાં આવી હતી.

પુરુષ વગર ઘર છોડવાના નિયમો પણ બદલાયા. સાઉદીએ મહિલાઓને મતદાનનો અધિકાર આપ્યો. તેમને વાહન ચલાવવાની મંજૂરી આપી. આ સાથે તેમને થિયેટરમાં મૂવી જાેવા અને સ્ટેડિયમમાં ફૂટબોલ મેચ જાેવા જેવા ઘણા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા.
એટલું જ નહીં, સાઉદી મહિલાઓને વિદેશમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક પણ આપી. વર્ષ ૨૦૧૯ માં, સાઉદી અરેબિયાએ પ્રથમ વખત મહિલા રાજદૂતની નિમણૂક કરી. અત્યાર સુધીમાં ૫ મહિલાઓને આ તક આપવામાં આવી છે. અહીં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી રહી છે.

તેના આંકડાઓ પણ દર વર્ષે વધી રહ્યા છે. ૨૦૨૧માં ૧૪.૬૫ ટકા યુવતીઓ વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે જાેડાઈ હતી. ૨૫ ટકા મહિલાઓએ કાયદા અને વ્યવસાય ક્ષેત્રે પોતાની ઓળખ નોંધાવી છે. તે જ સમયે, ૭ ટકા મહિલાઓ આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલી છે. આ ઉપરાંત ટુર ગાઈડ, હોસ્પિટાલિટી અને અન્ય ક્ષેત્રોમાં પણ મહિલાઓનું વર્ચસ્વ વધી રહ્યું છે.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્હ્લ)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાઉદી અરેબિયામાં કામ કરતા લોકોમાં ૩૬ ટકા સુધી મહિલાઓ છે. અગાઉ, સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને વડા પ્રધાન મોહમ્મદ બિન સલમાને તેમના વિઝનમાં ૨૦૩૦ સુધીમાં કર્મચારીઓમાં મહિલાઓની ૩૦ ટકા ભાગીદારીનું લક્ષ્ય રાખ્યું હતું, જે ફક્ત ૨૦૨૨ માં જ પ્રાપ્ત થયું હતું. જાે આપણે ૨૦૧૮ ના આંકડાઓ પર નજર કરીએ તો, કર્મચારીઓમાં મહિલાઓની હાજરી માત્ર ૧૯.૭ ટકા હતી. સાઉદી અરેબિયા પહેલાથી જ તેનું વિઝન ૨૦૩૦ શેર કરી ચૂક્યું છે, જે અંતર્ગત તે પોતાના દેશને આધુનિક અર્થવ્યવસ્થા ધરાવતો દેશ બનાવવા માંગે છે. આને ધ્યાનમાં રાખીને, સાઉદી ઘણા ફેરફારો કરી રહ્યું છે, કાયદાઓમાં સુધારો કરી રહ્યું છે અને મહિલાઓના અધિકારોમાં વધારો કરી રહ્યું છે.