Entertainment

ફિલ્મ ‘પુષ્પા’માં અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર યુવતી ગુજરાતી કોરિયોગ્રાફર ઉર્વશી ચૌહાણ

અલ્લૂ અર્જુન અને રશ્મિકા મંદાનાની ‘ફિલ્મ પુષ્પા ૨; ધ રૂલ’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. પરંતુ શું તમને ખબર છે કે પુષ્પા ૧ અને પુષ્પા ૨ ફિલ્મમાં અલ્લુ અર્જુનને ડાન્સ શીખવાડનાર યુવતી મૂળ ગુજરાતની છે. જી હા… સાંભળીને તમારી છાતી ફૂલાઈ ગઈ ને… પરંતુ આ હકીકત છે. અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર છોકરી મૂળ ગુજરાતી છે અને તે ભાવનગરની વતની છે.

જેનું નામ ઉર્વશી ચૌહાણ છે, પરંતુ તે સોશિયલ મીડિયામાં ‘ઉર્વશી અપસરા’થી ઓળખાય છે. અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર ઉર્વશી ચૌહાણ મૂળ ભાવનગરના મહુવાની છે. જેણે ગુજરાતનું ગૌરવ વધારી દીધું છે. ઉર્વશી ચૌહાણ પુષ્પા સીરિઝની ફિલ્મના સોન્ગ ‘ઉ અંટવા’ અને ‘કિસિક’ ગીતની આસિસટન્ટ કોરિયોગ્રાફર છે, જેમાં તેણે અલ્લૂ અર્જુનને ડાન્સ શીખવાડ્યો છે. ઉર્વશી ચૌહાણ મૂળ ભાવનગરના મહુવાની છે, પરંતુ તેણે ફિલ્મ ઈન્ડરસ્ટ્રીમાં કામ કરતી હોવાથી તે હાલ મુંબઈમાં રહે છે. ઉર્વશી છેલ્લા ૭ વર્ષથી આ ઈન્ડરસ્ટ્રીમાં કામ કરે છે.

અલ્લુ અર્જુનને ડાંસ શીખવાડનાર ઉર્વશી ચૌહાણે અનેક ફિલ્મોમાં કોરિયાગ્રાફ કર્યું છે. તેના કરિયરની વાત કરીએ તો ઉર્વશી ચૌહાણે અલગ અલગ ફિલ્મો, એડ્‌સ, આલ્બમોના નિર્દેશન તેમજ કોરિયોગ્રાફી કરી છે. ઉર્વશી હંમેશાં ટેકનિકલી કેમેરા પાછળ કામ કર્યુ છે. અલ્લૂ અર્જુને પણ ઉર્વશીના ટેલેન્ટની પ્રશંશા કરી હતી. ઉર્વશી ચૌહાણ ત્રણ પેઢીથી મુંબઈમાં રહે છે. તેના પિતા જીતુભાઈ ચૌહાણ મુંબઈમાં ઓટોમોબાઈલ બિઝનેસ સાથે સંકળાયેલા છે.

ઉર્વશીએ પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે હવે તેણે એક્ટર તરીકે આ ઈન્ડરસ્ટ્રીમાં આગળ વધવું છે અને તેના માટે તે કોશિશ કરી રહી છે. તે જણાવે છે કે ફિલ્મ ઈન્ડરસ્ટ્રીઝમાં રોજ નવા નવા કલાકારો, મોટા વ્યક્તિઓને મળીને ઘણું શીખી છે. તેણે ઉમેર્યું હતું કે ગુજરાતી સંસ્કૃતિમાં એક દીકરી તરીકે ડાન્સમાં જવું ખુબ પડકારરૂપ હોય છે, પરંતુ મારા પરિવારમાંથી મને સંપૂર્ણ સહયોગ મળ્યો છે.