Entertainment

પહેલા રિસેપ્શનમાં PM મોદી હાજર રહ્યા, મેગાસ્ટાર અમિતાભ બચ્ચનથી લઈ સાઉથ સ્ટાર્સ જોવા મળ્યા,

12 જુલાઈએ ભવ્ય લગ્ન ને ત્યારબાદ 13 જુલાઈએ અનંત-રાધિકાનું પહેલું રિસેપ્શન યોજાયું. આ રિસેપ્શનમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ સામેલ થઈ હતી. રિસેપ્શનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ હાજર રહ્યા હતા.

12 જુલાઈએ મોડી રાત સુધી લગ્ન ચાલ્યા હતા. જોકે, 13 જુલાઈએ રિસેપ્શન વહેલુ શરૂ થઈ ગયું હતું. રિસેપ્શનમાં અમિતાભ બચ્ચન જમાઈ નિખિલ નંદા તથા દૌહિત્રી નવ્યા સાથે આવ્યા હતા. આ ઉપરાંત માનુષી છિલ્લર, દિશા પટની, હેમા માલિની, વિદ્યા બાલન, રજનીકાંત, સુનીલ શેટ્ટી, કિમ-કલોઇ કદાર્શિયન, સાઉથ ડિરેક્ટર એટલી, ક્રિકેટર ધોની, સચિન, સૂર્યા કુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, સંજય દત્ત-માન્યતા, માધુરી દીક્ષિત, અર્જુન કપૂર-અંશુલા, જાહન્વી કપૂર, શનાયા કપૂર, ખુશી કપૂર, રણબીર કપૂર, અથિયા શેટ્ટી, અજય દેવગન, કાજલ અગ્રવાલ, શાહિદ કપૂર-મીરા રાજપૂત, વિધુ વિનોદ ચોપરા, આશા ભોસલે સહિતના મહેમાનો જોવા મળ્યા હતા. બાબા રામદેવ, બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી પણ આવ્યા હતા. ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે આવી હતી.

14 જુલાઈએ જિયો વર્લ્ડ સેન્ટરમાં રિસેપ્શન

જિયો વર્લ્ડ સેન્ટરમાં જ લગ્ન થયા હતા અને ત્યાં જ ત્રણેય રિસેપ્શન યોજાવાના છે. આજે એટલે કે 14મી જુલાઈએ યોજાનાર રિસેપ્શનમાં બોલિવૂડ સેલેબ્સ તથા રિલાયન્સના સિનિયર અધિકારીઓ હાજર રહેશે.

15 જુલાઈએ પણ રિસેપ્શન

15 જુલાઈએ યોજનારા રિસેપ્શનમાં રિલાયન્સના કર્મચારીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.