ફિલ્મ સ્ટાર્સનું રાજકારણમાં પ્રવેશવું એ નવી વાત નથી. બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત વિશે એવી અટકળો ચાલી રહી હતી કે તે રાજકારણની દુનિયામાં પ્રવેશ કરી શકે છે. હવે બીજેપી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી યાદીમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે કંગના ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાગ લઈ રહી છે. તેમને ભાજપ તરફથી ટિકિટ મળી છે અને તેઓ હિમાચલ પ્રદેશની મંડીથી ચૂંટણી લડશે. તેમના સિવાય અરુણ ગોવિલને પણ યુપીના મેરઠથી ટિકિટ મળી છે. ત્યારે ટિકિટ મળતા જ કંગના રનૌતે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
કંગના રનૌત, ટ પર પોતાની વાત કહી છે જેમાં તેણે કહ્યું કે આજે ભાજપે ૨૦૨૪ની ચૂંટણી માટે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આમાં મને હિમાચલ પ્રદેશમાં મારા જન્મસ્થળ મંડીથી ચૂંટણી લડવા માટે પસંદ કરવામાં આવી છે. હું લોકસભાની ચૂંટણીમાં હાઈકમાન્ડના આ ર્નિણયનું પાલન કરીશ. હું પાર્ટીમાં સત્તાવાર રીતે જાેડાઈને ગૌરવ અનુભવું છું. હું મૂલ્યવાન કાર્યકર અને વિશ્વાસપાત્ર જાહેર સેવક બનવા આતુર છું.
અગાઉ, અભિનેત્રી ગયા વર્ષે ડિસેમ્બરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે કુલ્લુમાં તેમના ઘરે મળી હતી. આ બેઠક બાદ તેમના ચૂંટણી લડવાની અટકળો લગાવવામાં આવી રહી હતી. કંગનાએ હંમેશા રાજકારણમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
કંગનાની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ છે. આમાં તેણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ ૧૪ જૂન, ૨૦૨૪ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેના અન્ય કલાકારોમાં અનુપમ ખેર, મહિમા ચૌધરી, મિલિંદ સોમન, શ્રેયસ તલપડે અને દિવંગત અભિનેતા સતીશ કૌશિકનો સમાવેશ થાય છે.