કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ ‘ચંદુ ચેમ્પિયન’નો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે. કાર્તિકે આ પોસ્ટર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. પોસ્ટરમાં, કાર્તિક આર્યન રેસલર તરીકે લંગોટ પહેરેલો જોઈ શકાય છે. ફર્સ્ટ લુકમાં કાર્તિક ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર સામે આવ્યો છે.
તે આ પહેલા ક્યારેય આ લુકમાં જોવા મળ્યો નથી. આ પાત્ર તેણે તેની અગાઉની ફિલ્મોમાં ભજવેલા પાત્ર કરતાં અલગ લાગે છે. સાજિદ નડિયાદવાલા અને કબીર ખાન દ્વારા એકસાથે નિર્મિત ‘ચંદુ ચેમ્પિયન’, આ વર્ષની સૌથી મોટી રિલીઝ પૈકીની એક છે.
પોસ્ટ શેર કરતા કાર્તિકે લખ્યું- ચેમ્પિયન આવી રહ્યો છે. હું આ પોસ્ટરને શેર કરતાં ખૂબ જ ઉત્સાહિત છું અને ખૂબ જ ગર્વ અનુભવું છું. મારા કરિયરની સૌથી પડકારજનક અને ખાસ ફિલ્મનું આ પહેલું પોસ્ટર છે.
કાર્તિકને આ લુકમાં જોઈને આશ્ચર્ય થાય છે. લોકો માને છે કે તે એક અસાધારણ પરફોર્મન્સ આપવા જઈ રહ્યો છે. ‘ચંદુ ચેમ્પિયન’ 14 જૂન, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ દિવસોમાં કાર્તિક ‘ચંદુ ચેમ્પિયન’ના ડબિંગમાં વ્યસ્ત છે. કાર્તિક ટૂંક સમયમાં આ ફિલ્મનું પ્રમોશન શરૂ કરશે.