હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં દક્ષિણ ભારતીય શૈલીમાં બન્નેના લગ્નની વિધિ થઈ
સાઉથ સ્ટાર્સ નાગા ચેતન્યા અને શોભિતા ધુલીપાલાએ ગઈકાલે ??સાંજે લગ્ન કરી લીધા. અહીં હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં દક્ષિણ ભારતીય શૈલીમાં બન્નેના લગ્નની વિધિ થઈ હતી. લગ્નના બંધનમાં બંધાયા બાદ હવે નાગાઅર્જૂન અને નાગાચૈતન્યએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર લગ્ન સમારોહના ફોટા શેર કર્યા છે. નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાએ આ વર્ષે ઓગસ્ટમાં સગાઈ કરી હતી. તમને જણાવી દઈએ કે નાગા ચેતન્યા અને શોભિતા બે વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. ત્યારે ગઈકાલે બન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.
લગ્ન સમારોહની સુંદર તસવીરો હવે સામે આવી રહી છે. જેમાં શોભિતાએ ગોલ્ડન બ્લાઉસ સાથે સાડી પહેરી છે અને જ્વેલરી સાથે પોતાનો દુલ્હન લુક કમપ્લિટ કર્યો છે જ્યારે ચૈતન્યએ ક્રિમ અને ગોલ્ડન કોમ્બિનેશન વાળી ધોતી અને ઝભ્ભો પહેર્યો છે જેમાં રેડ બોર્ડર વાળો દુપટ્ટો પણ લગાવ્યો છે. બન્ને આ તસવીરોમાં ખુબ જ સુંદર લાગી રહ્યા છે. નાગા અને શોભિતાએ તેમના પરિવાર, નજીકના સંબંધીઓ અને ઇન્ડસ્ટ્રીના ખાસ મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા. ચાહકો આ દિવસની આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા.
નિયત સમયે, દંપતીએ સાત ફેરા લીધા અને જીવનભર એકબીજા સાથે રહેવાના વચન લીધા. તેમના ભવ્ય લગ્નમાં, નાગા ચૈતન્યએ તેમના સુપ્રસિદ્ધ દાદા અક્કીનેની નાગેશ્વર રાવની યાદમાં પરંપરાગત પંચા પહેર્યા હતા જે તેમણે કુર્તા સાથે જાેડી દીધા હતા. જ્યારે શોભિતા ધુલીપાલાએ કાંજીવરમ સિલ્ક સાડી પહેરી હતી. તેમના લગ્ન તેલુગુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. આ પહેલા દુલ્હન શોભિતાએ ૨ ડિસેમ્બરે પેલી કુથુરુ સેરેમનીની સુંદર તસવીરો શેર કરી હતી. આ તસવીરો જાેઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા કારણ કે આ તસવીરોમાં શોભિતા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

