Entertainment

‘પુષ્પા ૨’ ભારતીય ફિલ્મના છેલ્લા ૧૧૦ વર્ષોની સૌથી મોટી ફિલ્મ બની

બરાબર ૧૮ દિવસ પહેલા જ્યારે અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ ‘પુષ્પા ૨’ રિલીઝ થઈ હતી, ત્યારે કોઈને ખબર નહોતી કે આ ફિલ્મ એવું કરશે જે આજ સુધી કોઈ પણ ભારતીય ભાષાની ફિલ્મ કરી શકી નથી. ૫મી ડિસેમ્બરે રિલીઝ થયેલી પુષ્પા ૨ એ ૨૨મી ડિસેમ્બરને ઐતિહાસિક બનાવી દીધી છે. ડાયરેક્ટર સુકુમારના નિર્દેશનમાં બનેલી ૨૦૨૧ની પુષ્પા ધ રાઇઝનો બીજાે ભાગ પુષ્પા ૨ ધ રૂલ એ ??૧૮મા દિવસે દેશની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બાહુબલી ૨ નો રેકોર્ડ તોડી નાખ્યો છે.

બાહુબલી ૨ નો રેકોર્ડ તોડ્યા બાદ ફિલ્મે અત્યાર સુધી કેટલી કમાણી કરી છે. પુષ્પા ૨ એ ૧૭મા દિવસે કુલ ૧૦૨૯.૯ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ભારતમાં સૌથી વધુ કમાણી કરનાર ટોપ ૧૦ ફિલ્મોની યાદીમાં પ્રભાસની બાહુબલી ૨ ૧૦૩૦.૪૨ કરોડ રૂપિયાની કમાણી કરીને પ્રથમ ક્રમે હતી. હવે પુષ્પા ૨ એ માત્ર ૫૨ લાખ રૂપિયાની કમાણી કરીને આને પાછળ છોડી દીધી છે.

આમ કરીને આ ફિલ્મે સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મોની યાદીમાં નંબર ૧નું સ્થાન મેળવ્યું છે. ફિલ્મની કમાણી હજુ પણ યથાવત સ્થિતિમાં છે, તે જાેતા તે દિવસ દૂર નથી જ્યારે પુષ્પા ૨ રૂપિયા ૧૧૦૦ કરોડનો આંકડો પાર કરશે. નોંધનીય છે કે ભારતમાં પહેલી ફિલ્મ ૧૯૧૩માં રિલીઝ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ પણ ફિલ્મ આ આંકડા સુધી પહોંચી શકી નથી જે પુષ્પા ૨ એ હાંસલ કર્યો છે.

‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ એક તેલુગુ ફિલ્મ છે છતાં તે તેના હિન્દી વર્ઝનમાં સૌથી વધુ કમાણી કરી રહી છે. આ ફિલ્મને તેલુગુ ઉપરાંત હિન્દી, તમિલ, કન્નડ અને મલયાલમમાં ડબ કરવામાં આવી છે. આ ફિલ્મે હિન્દી ભાષામાં ૬૭૯.૬૫ કરોડ રૂપિયાનું જાેરદાર કલેક્શન કર્યું છે. આ ફિલ્મે તેલુગુમાં ૩૦૭.૮ કરોડ રૂપિયા, તમિલમાં ૫૪.૦૫ કરોડ રૂપિયા, કન્નડમાં ૭.૩૬ કરોડ રૂપિયા અને મલયાલમમાં ૧૪.૦૪ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

પુષ્પા ૨ ના અંતે પુષ્પા ૩ થી સંબંધિત એક સંકેત આપવામાં આવ્યો હતો. આનો અર્થ એ છે કે અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના અને ફહદ ફાસિલ આગામી વર્ષોમાં ફરી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવશે. જાેકે, પુષ્પા ૩ની રિલીઝ ડેટ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.