Entertainment

બિગ બીના ખરાબ સમય વિશે રજનીકાંત બોલ્યા- માથે કરોડોનું દેવું હતું ત્યારે મહાનાયક 18 કલાક કામ કરતા

અમિતાભ બચ્ચન અને રજનીકાંત 33 વર્ષ પછી તમિલ એક્શન થ્રિલર ‘વેટ્ટૈયાન’ માં સ્ક્રીન શેર કરતા જોવા મળશે. રજનીકાંતે ‘વેટ્ટૈયાન’ ના ઓડિયો લોન્ચ સમયે અમિતાભ બચ્ચનની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે અમિતાભ પર કરોડોનું દેવું હતું.

આ રકમ ચૂકવવા માટે તે સતત 18 કલાક કામ કરતા હતા. તેમણે પોતાનું ઘર પણ વેચી દીધું હતું.  રજનીકાંતે કહ્યું કે, અમિતાભ બચ્ચને પોતાની કંપની ‘અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ (ABCL)’ લોન્ચ કરી હતી.

પરંતુ કમનસીબે એબીસીએલ નિષ્ફળ ગઈ અને અભિનેતાને ભારે નુકસાન થયું. પરિસ્થિતિ એવી હતી કે તેઓ દેવામાં ડૂબી ગયા હતા. આવી સ્થિતિમાં તેમણે મુંબઈમાં તેના જુહુના ઘર સહિતની મિલકત પણ વેચી દીધી હતી. ઉપરાંત, તે દિવસમાં 18 કલાક સતત કામ કરતા હતા.

રજનીકાંતે કહ્યું, ‘એક દિવસ અમિતાભ બચ્ચન મંકી કેપ પહેરીને યશ ચોપરાના ઘરે ગયા, કારણ કે તેમની પાસે ડ્રાઈવરનો પગાર ચૂકવવાના પૈસા પણ નહોતા.

જ્યારે બિગ બીએ યશ પાસેથી કામ માંગ્યું ત્યારે તેઓ તરત જ એક ચેક લાવીને તેમને આપ્યો, પરંતુ અમિતજીએ એમ કહીને ના પાડી દીધી કે તમે તેમને કામ આપશો તો જ હું લઈશ. આ રીતે તેમને ફિલ્મ ‘મોહબ્બતેં’ મળી. આ પછી તરત જ તેમને KBCની ઓફર પણ મળી.