આટલા સામાન્ય પૈસાથી જીવવું અત્યંત મુશ્કેલ હતું. આવી સ્થિતિમાં તે પારલે જી ખાઈને અને ફ્રુટી પીને જીવતા હતા.તે જ સમયે રાજકુમાર દરરોજ 70 કિલોમીટર સાઇકલ ચલાવીને એક્ટિંગ સ્કૂલ સુધી જતા હતા. આ બધી વાતો હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહી છે.
આજે રાજકુમારની ફિલ્મ ‘શ્રીકાંત’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મની વાર્તા દૃષ્ટિહીન ભારતીય ઉદ્યોગપતિ શ્રીકાંત બોલાના જીવન પર આધારિત છે. રાજકુમારે શ્રીકાંતનો રોલ નિભાવ્યો છે. એક્ટ્રેસ જ્યોતિકાએ પણ કામ કર્યું છે, જે હાલમાં જ ફિલ્મ ‘શૈતાન’માં જોવા મળી હતી.

ખરાબ સમયમાં માતાએ સૌથી વધુ સાથ આપ્યો
રણવીર અલ્હાબાદિયા સાથેની મુલાકાતમાં રાજકુમારે શરૂઆતના સંઘર્ષ વિશે વાત કરી હતી. એક્ટરે કહ્યું ‘તે સૌથી મુશ્કેલ સમય હતો, જ્યારે નાણાકીય કટોકટી હતી અને કામ પણ નહોતું. આ સમયે માતાએ મને ઘણો સાથ આપ્યો. જ્યારે મારા પૈસા પૂરા થઇ જતા હતા ત્યારે તે વ્યવસ્થા કરીને મને મોકલતી.’
‘એકવાર મારા ખાતામાં માત્ર 18 રૂપિયા બચ્યા હતા અને તે પણ મુંબઈ જેવા શહેરમાં. આ કારણે હું બપોરના સમયે ખાવાનું ખાઈ શકતો ન હતો, તેથી મારે માત્ર પારલે જી ખાઈને અને ફ્રુટી પીને જ જીવવું પડ્યું.’
રાજકુમારે કહ્યું- FTII મિત્રોએ પણ મદદ કરી
રાજકુમારે વધુમાં જણાવ્યું કે, ‘FTIIના મિત્રોએ પણ આ ખરાબ સમયમાં મદદ કરી હતી. વધુમાં કહ્યું, ‘જ્યારે પૈસા પૂરા થઈ ગયા, ત્યારે હું વિચારી રહ્યો હતો કે આગળ શું કરવું. મને યાદ છે કે FTII મુંબઈમાં એક કમિટી હતી. તેમની સાથે ઘણા સિનિયર અને જુનિયર જોડાયેલા હતા.’
‘મારા જેવા કોઈની પરિસ્થિતિ થતી તો તે સમિતિમાં કોઈને ફોન કરીને પૂછી શકતો હતો કે તેમને ત્યાં રાત્રે ભોજનમાં શું બની રહ્યું છે. અને ત્યાં જઈને જમી શકતા હતા. તે સમયે મેં પણ એવું જ કર્યું હતું.’

’70 કિલોમીટર ચાલીને એક્ટિંગ સ્કૂલ જતો’
વધુમાં એક્ટરે કહ્યું, ‘મેં સ્કૂલ પછી એક્ટર બનવાની તૈયારી શરૂ કરી. શાળા પછી મેં દિલ્હીના શ્રી રામ સેન્ટરમાં પ્રવેશ લીધો, જે એક એક્ટિંગ સ્કૂલ છે. તે સમયે મારી ઉંમર 18 વર્ષની હતી. તે જ સમયે મેં આત્મારામ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું.’
મને ખબર નહોતી કે કોલેજમાંથી બસ પાસ મળે છે જેનાથી મુસાફરીનો ખર્ચ બચે છે. અગાઉ, હું એક્ટિંગ સ્કૂલમાં 70 કિલોમીટર અપડાઉન કરતો હતો. સાયકલ ચલાવતી વખતે હું વોકમેન પર ‘લક્ષ્ય કો હર હાલ મેં પાના હૈ’, ‘પાપા કહેતે હૈ’ જેવા ગીતો સાંભળતો હતો અને મારી જાતને પ્રેરિત રાખતો હતો.’

