Entertainment

બોલ્યા, ‘આ અમારો જેનેટિક પ્રોબ્લેમ છે જે મારા બાળકોમાં પણ છે, ડ્રિંક કર્યા પછી આ સૌથી ખરાબ વસ્તુ’

બોલિવૂડના જાણીતા સ્ક્રીન રાઈટર્સ પૈકી એક સલીમ ખાને એક જૂના ઇન્ટરવ્યૂમાં પોતાના પરિવાર વિશે વાત કરી હતી. હકીકતમાં સલીમ ખાનનો પુત્ર અને સુપરસ્ટાર સલમાન ખાન પોતાના ગુસ્સાને કારણે ખુબ જ ચર્ચામાં રહે છે.

આ સ્થિતિમાં જ્યારે સલીમ ખાનને પૂછવામાં આવ્યું કે તેઓ તેમના બાળકોમાં એક કયો ગુણ જોવા માગે છે? આ સવાલના જવાબ ​​​​​આપતા કહ્યું ‘ધીરજ અને એન્ગર મેનેજમેન્ટ એટલે કે ગુસ્સાને કાબૂમાં રાખવો’.

સલીમ ખાને કહ્યું, ‘ગુસ્સો એક લાગણી છે જો તેનો યોગ્ય રીતે અને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવે. ગુસ્સો એ અમારા માટે જેનેટિક સમસ્યા છે જે મારા બાળકોમાં પણ છે અને તેઓ તેને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવો જોઈએ કારણ કે તે ખરાબ વસ્તુ છે, ખાસ કરીને પીધા પછી. જો તેઓ ડ્રિંકિંગ પર કંટ્રોલ ન કરી શકતા હોય તો તેમણે જીવનમાંથી દૂર કરી દેવું જોઈએ.’

સલમાને ગુસ્સાની પણ વાત કરી હતી

આ પહેલાં ઇન્ટરવ્યૂમાં સલમાને પણ પોતાના ગુસ્સા વિશે વાત કરી હતી અને કહ્યું હતું કે, ‘ગુસ્સાનો અર્થ એ નથી કે તમે બોટલ ઉપાડીને કોઈને મારશો કે કોઈનું માથું ફોડી નાખો. ક્રોધનો અર્થ એ છે કે તમને લાગે છે કે કંઈક ખોટું છે. તમે તેના પર કાબુ મેળવવા માટે તમારા બેસ્ટ પ્રયાસ કરો છો પરંતુ તમે કંઈ કરી શકતા નથી, આ જ તમને ગુસ્સે કરે છે.

સલમાન સલીમ ખાનનો મોટો પુત્ર

સલમાન સલીમ ખાનનો સૌથી મોટો પુત્ર છે. તેમના સિવાય અરબાઝ ખાન, સોહેલ ખાન અને અલવીરા તેમના પુત્ર અને પુત્રી છે. સલીમ ખાનને એક પુત્રી અર્પિતા પણ છે જેને તેણે હેલન સાથેના બીજા લગ્ન પછી દત્તક લીધી હતી. સલીમ ખાનના પહેલા લગ્ન સલમા ખાન સાથે થયા હતા, ત્યારબાદ તે સલમાન, અરબાઝ, સોહેલ અને અલવીરાના પિતા બન્યા હતા.