Entertainment

ગંભીર બીમારીઓને કારણે મોતને મળીને આવ્યાં છે કેટ્‌લાક સિતારાઓ, જેમાં રાણા દુગાબટ્ટી પ્ણ સામેલ

હંમેશા ચમકદમક રહેતા આ સિતારાઓની જિંદગીમાં બીમારીઓને કારણે આવ્યો ભયંકર અંધકાર!.. સ્ટાર્સ પણ બીમાર પડે છે, સાઉથના તે ૫ એક્ટર્સ જેમને ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં, દક્ષિણના ફિલ્મ ઉદ્યોગ માટે હિન્દી દર્શકોનો ક્રેઝ ઘણો વધી ગયો છે. અહીંના કલાકારોની લક્ઝરી લાઈફસ્ટાઈલ પણ ઘણા લોકોને આકર્ષે છે. જાે કે, આ સ્ટાર્સને ઘણી બીમારીઓનો સામનો પણ કરવો પડ્યો છે.

આમાંથી ઘણી સેલિબ્રિટીઓએ તેમની ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ વિશે ખુલ્લેઆમ વાત કરી છે. આવો જાણીએ દક્ષિણ ભારતના કોણ એવા મોટા નામ છે જેમની બીમારીઓએ બધાને ચોંકાવી દીધા.

સાઉથ એક્ટ્રેસ શ્રુતિ હાસને જૂન ૨૦૨૨માં કહ્યું હતું કે તે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમનો સામનો કરી રહી છે જેને સામાન્ય ભાષામાં ઁર્ઝ્રંજી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણીએ કહ્યું હતું કે આ માટે તે યોગ્ય આહાર, કસરત અને યોગ્ય ઊંઘ લઈ રહી છે.

પુષ્પા મૂવી એક્ટર સમંથા રૂથ પ્રભુએ વર્ષ ૨૦૨૨માં જણાવ્યું હતું કે તેને માયોસાઇટિસ નામની દુર્લભ ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. સામંથાને લાગ્યું કે એક ફેમસ સેલિબ્રિટી હોવાને કારણે તેને લોકોનો ઘણો સપોર્ટ મળ્યો, પરંતુ તેના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી. કલ્પિકા ગણેશે પોતાની કારકિર્દીમાં ‘યશોદા’ અને ‘પ્રાયનમ’ જેવી યાદગાર ફિલ્મો કરી છે. વર્ષ ૨૦૨૨માં તેણે જાહેરાત કરી હતી કે સામંથા રૂથ પ્રભુની જેમ તે પણ માયોસિટિસથી પીડિત છે.

સાઉથ એક્ટ્રેસ મમતા મોહનદાસે વર્ષ ૨૦૨૩માં જણાવ્યું હતું કે તે ઓટોઇમ્યુન ડિસઓર્ડર પાંડુરોગથી પીડિત છે. અગાઉ વર્ષ ૨૦૦૯માં તેમને હોજકિન્સ લિમ્ફોમા કેન્સર હોવાનું નિદાન થયું હતું. તમને જણાવી દઈએ કે મમતાએ મલયાલમ, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘બાહુબલી’ના ‘ભલ્લાલદેવ’ તરીકે પ્રખ્યાત તેલુગુ એક્ટર રાણા દગ્ગુબાતીએ જણાવ્યું હતું કે તેણે કિડની અને કોર્નિયા ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. અભિનેતાએ એમ પણ કહ્યું કે આવી સ્વાસ્થ્ય સમસ્યાઓ સાથે જીવન જીવવું મુશ્કેલ બની જાય છે.