Entertainment

શેખર સુમને કહ્યું, ‘નિર્માતા બિગ બીને જોઈને બૂમો પાડીને કહેતા કે, આને સેટ પર કોણે ઘૂસવા દીધો, બહાર કાઢો’

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચનને આજે ભલે કોઈ ઓળખની જરૂર ન હોય, જો કે, તેમની કારકિર્દીની શરૂઆતમાં એક સમય એવો હતો જ્યારે લોકો તેમની ઊંચાઈ, દેખાવ અને અવાજની મજાક ઉડાવતા હતા અને તેમને નકારી કાઢતા હતા. તાજેતરમાં, એક ઇન્ટરવ્યૂ દરમિયાન, શેખર સુમને ખુલાસો કર્યો હતો કે ઘણા દિગ્દર્શકો અમિતાભ બચ્ચનને કોન્સ્ટિપેટેડ ફેસવાળો અભિનેતા કહેતા હતા. કેટલાક નિર્માતા એવા હતા જેમને અમિતાભનું સેટ પર આવવું પસંદ નહોતું.

ફિલ્મોમાં પ્રવેશતા પહેલા અમિતાભ બચ્ચનની તસવીર.

તાજેતરમાં, બોલિવૂડ હંગામાને આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન, શેખર સુમને ફિલ્મ ઉદ્યોગમાં અમિતાભ બચ્ચનના શરૂઆતના દિવસો વિશે વાત કરી. તેણે કહ્યું કે, ‘હું આ જાણું છું કારણ કે શશિ કપૂરે મને કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે ઘણા એવા પ્રોડ્યુસર છે જેઓ અમિતાભ બચ્ચન વગર કામ નથી કરતા, પરંતુ એક સમયે તે એ જ પ્રોડ્યુસર હતા જેઓ તેને જોઈને કહેતા હતા કે ઓહ માય ગોડ, આ કોન્સ્ટિપેટેડ ફેસવાળો એક્ટર ફરી કામ માંગવા આવ્યો છે.

તેને સેટની બહાર કરી દો, કોણે તેને અંદર આવવા દીધો? જ્યારે તે ઓલ ઈન્ડિયા રેડિયોમાં ન્યૂઝ રીડર તરીકે ઓડિશન આપવા ગયા ત્યારે તેના ખરાબ અવાજને કારણે તેને રિજેક્ટ કરવામાં આવ્યા હતા. આ કેટલો મોટો સંયોગ છે. તે લોકોએ કહ્યું હતું કે અમિતાભ બચ્ચનનો અવાજ સારો નથી. જ્યારે કેટલાકે કહ્યું કે તે ખૂબ ઊંચો છે.’