સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂર પહેલીવાર સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે
અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાન્હવી કપૂર તેમની આગામી ફિલ્મમાં સાથે જાેવા મળવાના છે, જાે કે પહેલા એવા સમાચાર હતા કે બંને એક્શન થ્રિલર ફિલ્મ ‘સ્પાયડર’માં સાથે કામ કરશે, પરંતુ બાદમાં બંને રોમેન્ટિક-કોમેડી ફિલ્મનો ભાગ બન્યા. આ ફિલ્મને તુષાર જલોટા ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મમાં બે અલગ-અલગ સંસ્કૃતિના લોકો વચ્ચેની લવ સ્ટોરી બતાવવામાં આવશે. આ પહેલી ફિલ્મ હશે જ્યારે જાન્હવી કપૂર અને સિદ્ધાર્થ એકસાથે જાેવા મળશે. વર્ષ ૨૦૨૨માં રિલીઝ થયેલી અભિષેક બચ્ચનની ‘દાસવી’નું દિગ્દર્શન કરીને પોતાની ઓળખ બનાવનાર તુષાર એક અલગ જ સ્ટોરી સાથે બહાર આવ્યો છે.
આ ફિલ્મનું શીર્ષક ‘પરમ સુંદરી’ હશે. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું પ્રી-પ્રોડક્શન વર્ક શરૂ થઈ ગયું છે અને જાે બધુ પ્લાનિંગ પ્રમાણે ચાલ્યું તો ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરથી શરૂ થઈ જશે. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં સિદ્ધાર્થ એક અમીર બિઝનેસમેનની ભૂમિકામાં છે અને જાહ્નવી એક આધુનિક કલાકારની ભૂમિકામાં છે.
આ ફિલ્મમાં સિદ્ધાર્થ ઉત્તર ભારતના છોકરાની ભૂમિકા ભજવશે અને જાહ્નવી દક્ષિણ એટલે કે કેરળની છોકરીની ભૂમિકા ભજવશે. આ ફિલ્મની વાર્તા બે અલગ-અલગ સંસ્કૃતિના લોકોની લવ સ્ટોરી પર આધારિત હશે. આ ફિલ્મમાં બંનેની કેમેસ્ટ્રી જાેવી ખૂબ જ મજેદાર રહેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું પહેલું શેડ્યૂલ દિલ્હીમાં શરૂ થશે, ત્યારબાદ આગળનું શૂટિંગ કેરળમાં થશે.
બાકીનું શૂટિંગ મુંબઈના સ્ટુડિયોમાં થવાનું છે. શૂટિંગ માટે મુંબઈમાં બે મોટા અને લક્ઝુરિયસ સેટ બનાવવાનું કામ કરવામાં આવશે, જેમાં એક સેટ દિલ્હીના પોશ વિસ્તારમાં એક મોટું ઘર હશે, જ્યારે બીજા સેટમાં કેરળના પરંપરાગત માટીના ઘરની અંદરનો ભાગ બતાવવામાં આવશે. . જાે યોજના મુજબ બધું સમયસર થાય તો આ ફિલ્મ ફેબ્રુઆરી ૨૦૨૫માં પૂરી થઈ જશે. આ સિવાય ‘મુંજ્યા’ અને ‘સ્ત્રી ૨’ જેવી ફિલ્મો માટે કોસ્ચ્યુમ ડિઝાઇન કરનાર શીતલ શર્મા પણ આ પ્રોજેક્ટ માટે કોસ્ચ્યુમ ડિઝાઇનર હશે.