અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની બીજી પ્રી-વેડિંગ સેરેમનીનો આજે છેલ્લો દિવસ છે. શનિવારે લગભગ 800 મહેમાનો ઇટાલીના પોર્ટ સિટી પોર્ટોફિનો પહોંચશે.
LA DOLCE VITA નામનો કાર્યક્રમ અહીં સાંજે 5 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી (ભારતીય સમય – રાત્રે 8:30 થી 2 વાગ્યા સુધી) આયોજિત કરવામાં આવશે. LA DOLCE VITA એ ઇટાલિયન શબ્દ છે જેનો હિન્દીમાં અર્થ થાય છે ‘પ્યારી જિંદગી’.
સાંજે 5 વાગ્યા પછી માત્ર અંબાણીના મહેમાનો જ શહેરમાં ફરી શકશે
પોર્ટોફિનોમાં આજે સાંજે 5 વાગ્યા પછી આખા શહેરમાં માત્ર અંબાણી પરિવારના મહેમાનોને જ ફરવાની મંજૂરી આપવામાં આવી છે. સિટી સેન્ટર પિયાઝેટ્ટાની તમામ 24 રેસ્ટોરાં અને ગિફ્ટ શોપ માત્ર અંબાણીના મહેમાનો માટે જ ખુલ્લી રહેશે.
મહેમાનો માટે ખાસ હેન્ડ બેન્ડ આપવામાં આવ્યા
પોર્ટોફિનો શહેરના મેયર માતેઓ વિકાચાવાએ કહ્યું કે, મહેમાનોને ખાસ હેન્ડ બેન્ડ આપવામાં આવશે. તેના દ્વારા જ તેમને શહેરમાં પ્રવેશ મળશે. જ્યારે દુકાન અને રેસ્ટોરાંના માલિકો માટે અલગ બેન્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આ ઈવેન્ટ પછી તમામ મહેમાનો ફ્લાઈટ દ્વારા પોત-પોતાના શહેર જવા માટે રવાના થશે.