ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝ (FWICE) એ કંગના રનૌતના થપ્પડ કેસમાં પોતાનું રિએક્શન આપ્યું છે. ફિલ્મ ફેડરેશને આ ઘટનાની સખત નિંદા કરી છે. ફેડરેશને તેમને થપ્પડ મારનાર મહિલા કોન્સ્ટેબલ કુલવિંદર સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.
ફેડરેશન વતી કહેવામાં આવ્યું – ફેડરેશન આ ઘટનાની સખત નિંદા કરે છે. કંગના રનૌતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટા પાયે યોગદાન આપ્યું છે. હાલમાં લોકસભાની ચૂંટણી જીતીને કંગના સાંસદ પણ બની છે. આ મામલાને લઈને સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી દુઃખી છે. અમે કંગનાની સુરક્ષાને લઈને ખૂબ જ ચિંતિત છીએ. FWICE તે મહિલા કોન્સ્ટેબલ સામે કડક કાર્યવાહીની માગ કરી છે.
