પિતા-પુત્રની જાેડી વાશુ ભગનાની અને જેકી ભગનાનીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વાશુ ભગનાનીએ દાવો કર્યો છે કે, ફિલ્મ બોક્સ ઓફિસ પર ૧૧૦૦ કરોડ રુપિયાની કમાણી કરશે. જેકી પોતાને અને તેના પિતાને ‘બડે મિયાં છોટે મિયાં’ તરીકે ઓળખાવે છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સ્ટાર અપકમિંગ ફિલ્મ બડે મિયાં છોટે મિયાંને લઈ ચાહકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. આ ફિલ્મ એડવાન્સ બુકિંગમાં પણ જાેરદાર કમાણી કરી રહી છે.
શનિવારથી ટિકિટનું એડવાન્સ બુકિંગ શરુ થઈ ચુક્યું છે. માત્ર ૫ કલાકમાં ૧૨ હજારથી વધુ ટીકિટ બુક થઈ ચુકી છે. બડે મિયાં છોટે મિયાં ૧૦ એપ્રિલના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મ એક્શન , કોમેડી અને ગ્લેમર્સનો તડકો જાેવા મળશે. મેકર્સે આ ફિલ્મોમાં પાણીને જેમ પૈસાનો ઉપયોગ કર્યો છે. આ ફિલ્મ ૧૦૦, ૨૦૦ નહિ પરંતુ ૩૪૦ કરોડમાં બની છે.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં એક્શન સીન પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે. આ ફિલ્મની સાથે અજય દેવગનની ફિલ્મ મેદાનની ટક્કર થશે. ત્યારે જાેવાનું રહેશે કે,બે સ્ટારની ફિલ્મમાં કોણ બાજી મારે છે. બડે મિયાં છોટે મિયાં ફિલ્મમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની સાથે સોનાક્ષી સિન્હા, માનુષી છિલ્લર, પૃથ્વી રાજ સહિત અનેક બોલિવુડ સ્ટાર જાેવા મળશે.