બોલિવૂડના કિંગ શાહરુખ ખાને દુબઈ ગ્લોબલ સમિટ દરમિયાન પોતાની એક્ટિંગ કરિયર વિશે ખુલાસો કર્યો હતો. શાહરુખે કહ્યું હતું કે એક્ટિંગ તેનું લક્ષ્ય નહતું. તેને વૈજ્ઞાનિક બનવાનું સપનુ જોયું હતુ. પરંતુ તેમના પિતાના મૃત્યુ પછી, તેણે વૈજ્ઞાનિક બનવા માટેનો અભ્યાસ છોડી દીધો. તે પછી તેણે કોમર્સ અને માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો.
આ દરમિયાન તેણે નિષ્ફળતા વિશે પણ વાત કરી. શાહરૂખે કહ્યું કે જ્યારે નિષ્ફળતા આવે છે ત્યારે તે બાથરૂમમાં ખૂબ રડે છે.
પોતાની એક્ટિંગ કરિયર વિશે વાત કરતાં શાહરુખ ખાને કહ્યું- એક્ટિંગની દુનિયામાં આવવાનું કોઈ પ્લાનિંગ નહોતું. ઘણી વખત મને લાગે છે કે મેં જે અભ્યાસ કર્યો છે તેને એક્ટર બનવા સાથે કોઈ લેવાદેવા નથી. તે સમયે ભારતમાં ટેલિવિઝનનું આગમન થયું હતું અને મને 1,500 રૂપિયા મળતા હતા, જે તે સમયે મારા માટે બહુ મોટી રકમ હતી.
ટેલિવિઝન યુગનો ખુલાસો કરતા શાહરુખ ખાને કહ્યું- એક દિવસ હું મારા સ્કૂટર પર ઘરે જઈ રહ્યો હતો. મને જોઈને બે મહિલાઓ બૂમો પાડવા લાગી. તેમની ખુશી જોઈને મેં મારી જાતને કહ્યું કે આ તો મારે કરવાનું છે. હું લોકોને ખુશ કરવા માંગુ છું. તેથી જ હું એક્ટર બન્યો.