Entertainment

વિજેતા દીપિકા કક્કરનો પતિ શોએબ પ્રથમ કન્ફર્મ સ્પર્ધક, સલમાન ખાન આ શોને કરશે હોસ્ટ

ટેલિવિઝનનો લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ’ તેની 18મી સીઝન સાથે ટૂંક સમયમાં ફરીથી ધૂમ મચાવશે. સલમાન ખાનનું હોસ્ટિંગ શોનો એક અગત્યનો ભાગ છે, જોકે છેલ્લા ઘણા દિવસોથી એવા અહેવાલો આવી રહ્યા હતા કે સલમાન સુરક્ષાના કારણોસર ‘બિગ બોસ 18’ને હોસ્ટ કરશે નહીં. હવે જો લેટેસ્ટ રિપોર્ટ્સનું માનીએ તો સલમાન આ શોને હોસ્ટ કરશે. આ સાથે શોની પ્રીમિયર તારીખ અને સ્પર્ધકોના નામ સતત બહાર આવી રહ્યા છે.

બિગ બોસના સમાચાર મુજબ, ‘બિગ બોસ 18’નું પ્રીમિયર 5 ઓક્ટોબર, શનિવારે થવા જઈ રહ્યું છે. હાલમાં, ‘બિગ બોસ OTT સીઝન 3’ Jio સિનેમા પર સ્ટ્રીમ થઈ રહી છે. શોની ફિનાલે 4 ઓગસ્ટે થવા જઈ રહી છે. આ પછી તરત જ ‘બિગ બોસ 18’ની તૈયારીઓ શરૂ થઈ જશે. સેટને ફરીથી ડિઝાઇન કરવામાં આવશે, જેમાં ‘બિગ બોસ 18’ના તમામ સ્પર્ધકો પહોંચશે.