રાજકોટ જિલ્લા ના લોધીકા તાલુકા ની શ્રી રાતૈયા પ્રાથમિક શાળા માં પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ભવ્ય રીતે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં વિધાર્થીઓ દ્વારા એક દિવસ માટે શિક્ષક બની અન્ય વિધાર્થીઓ ને શિક્ષણ કાર્ય કરાવી પ્રેરક ઉદારણ પૂરું પાડ્યું હતું.જેમાં શાળા ના ધોરણ 1 થી 5 પ્રાથમિક વિભાગમાં અને ધોરણ 6 થી 8 ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ઉત્સાહી વિદ્યાર્થીઓએ શિક્ષકોની ભૂમિકા અદા કરી.
જેમાં જાડેજા સિંહરાજે આચાર્યશ્રીની અને ભુરીયા વિકાસ, વણાર નેન્સી ,ટાળિયા પ્રિયાંશી વણાર ,ખુશી વાગડીયા વિશ્વા ,ટાળીયા એન્જલ, સોલંકી રોનક વગેરે બાળકોએ શિક્ષકોની ભૂમિકા ભજવી અદ્વિતીય આનંદ મેળવ્યો. લાસ્ટ માં બધાએ પોતપોતાનો પ્રતિભાવો રજૂ કર્યા. આજના દિવસે દરેક બાળકો પોતાને મનગમતા પહેરવેશમાં સજજ થઈને આવેલા હતા.
જેમાં અનોખો ઉત્સાહ જોવા મળતો હતો .શાળા સ્ટાફે સૌને સારું વાતાવરણ પૂરું પાડી.દરેકને શુભેચ્છા પાઠવી.કાર્યક્રમ ના અંતે આચાર્યશ્રી સરોજબેન દેવમુરારીએ દરેક બાળકોને ધન્યવાદ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ

