Gujarat

 છોટાઉદેપુર જિલ્લાના કૃષ્ણાપુરાથી સાંધિયા ગામ અને  લુણાદ્રા થી સિંહાદ્રા ગામ તરફ જતા  ડામર રોડનું લોકાર્પણ જીલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું

 છોટાઉદેપુર જિલ્લાના કૃષ્ણાપુરાથી સાંધિયા ગામ અને લુણાદ્રાથી સિંહાદ્રા ગામ તરફ જતા ડામર રોડનું લોકાર્પણ છોટાઉદેપુર જીલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ અને ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ,ગામના સરપંચ,ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.