છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ તેમજ તમામ તાલુકા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા ૨૧- છોટાઉદેપુર મતવિસ્તારના નવનિયુક્ત સાંસદ જશુભાઈ રાઠવા સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી.
જેમાં છોટાઉદેપુર જિલ્લામાં શૈક્ષણિક બાબતો અંગે ચર્ચા કરવામાં આવી હતી.જેમાં છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોની ઘટ હોય સરકાર દ્વારા શિક્ષકોની ભરતી કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી.ઉપરાંત ઘણા સમયથી પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ છે જે વહેલી તકે થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી.આ ઉપરાંત જિલ્લાના કેટલાક પડતર પ્રશ્નો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત સાસંદ જશુભાઈ રાઠવા દ્વારા આગામી સમયે જે પણ શિક્ષણના પ્રશ્નો હશે એ પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય તે માટે બનતા પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.અને શિક્ષણ ના કોઈ પણ પ્રશ્ન હોય એ બાબતે ચોક્કસ ધ્યાન દોરવા માટે સૂચન કર્યું હતું. આ પ્રસંગે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ છોટાઉદેપુર નાં અધ્યક્ષ બાબુભાઈ રાઠવા દ્વારા લોકસભામાં સાંસદનો આભાર વ્યક્ત કર્યો હતો.

