Gujarat

 ઝાલોદ તાલુકાના કાળીગામ ગુર્જર અને ગુલતોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની માસિક મીટિંગ યોજાઈ

ઝાલોદ તાલુકાના કાળીગામ ગુર્જર અને ગુલતોરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જન આરોગ્ય સમિતિની માસિક મીટિંગ યોજાઈ હતી જેમાં   આરોગ્યલક્ષી સેવાઓ અને જરૂરી સાધન-સામગ્રી વિશે દાહોદ જિલ્લા પંચાયત સદસ્ય કૃષ્ણરાજ ભૂરીયાએ ચર્ચા કરી હતી.
આ મીટિંગમાં માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા,રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમની જાણકારી અને 100 ટકા પી.એમ.જે.વાય.,ટી.બી મુક્ત પંચાયતની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયત સદસ્ય કૃષ્ણરાજ ભૂરીયા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.તુષારભાઇ ભાભોર,મેડીકલ ઓફિસર,કમિટીના સભ્યો અને પી.એચ.સી. સ્ટાફ હાજર રહ્યો હતો.
પંકજ પંડિત  તાલુકો  : ઝાલોદ  જિલ્લો  : દાહોદ