કેરળના તિરુવનંતપુરમમાં પદ્મનાભ સ્વામી મંદિર છે. આ મંદિર વર્ષોથી ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. હવે ય્જી્ વિભાગે મંદિર મેનેજમેન્ટને નોટિસ મોકલીને ૧.૫૭ કરોડ રૂપિયાના બાકી ય્જી્ની ચૂકવણીની માંગ કરી છે. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મંદિર પર સાત વર્ષથી જીએસટી બાકી છે.
વિભાગ દ્વારા મોકલવામાં આવેલી નોટિસ મુજબ મંદિરને અનેક રીતે આવક થાય છે. તેમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવતાં કપડાં પણ સામેલ છે, જેમાંથી મંદિર મેનેજમેન્ટને ઘણી આવક થાય છે. આ ઉપરાંત મૂર્તિઓના વેચાણમાંથી થતી આવકનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત, અહીં આવતા ભક્તો ભાડેથી હાથી લે છે, જેનાથી મંદિરને આવક થાય છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર મંદિર મેનેજમેન્ટે સાત વર્ષથી ય્જી્ ચૂકવ્યો નથી. આ પછી મંદિર મેનેજમેન્ટને નોટિસ મોકલવામાં આવી છે. તે જ સમયે, મંદિરના અધિકારીઓએ આ મામલે સ્પષ્ટતા આપી છે. તેમનું કહેવું છે કે મંદિરમાં અનેક પ્રકારની ટેક્સ છૂટ છે.
આ સમયગાળા દરમિયાન કરપાત્ર આવક માત્ર ૧૬ લાખ રૂપિયા છે, જેમાંથી ૩ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. વિભાગના જણાવ્યા અનુસાર, મંદિર મેનેજમેન્ટે ૨૦૧૭ થી બાકી ટેક્સ જમા કરાવ્યો નથી. રકમ ન ચૂકવવા બદલ દંડ લાગશે. જાે દંડ ન ભરે તો ૧૮ ટકા વ્યાજ પણ વસૂલવામાં આવશે.
પદ્મનાભસ્વામી મંદિર તિરુવનંતપુરમમાં આવેલું છે. અહીં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ મંદિરનું પુનઃનિર્માણ ઈ.સ. ૧૭૩૩માં થયું હતું. ત્રાવણકોરના મહારાજા મરતદ વર્માએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.
અહીં મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની પ્રાચીન મૂર્તિ છે, જે વર્ષોથી ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની રહી છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સુતેલી મુદ્રામાં બિરાજમાન છે. ભગવાન વિષ્ણુની વિશ્રામ અવસ્થાને ‘પદ્મનાભ’ કહેવામાં આવે છે, તેથી જ આ મંદિરને પદ્મનાભસ્વામી મંદિર કહેવામાં આવે છે.

