Gujarat

પરીક્ષા સમયે સ્વાસ્થ જાળવવા યોગ સંવાદ, ધો. 10, 12 ના 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી તા. 11 માર્ચથી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. ત્યારે યોગ પ્રાણાયામ દ્વારા શારીરિક, માનસિક સ્વાસ્થયને પરીક્ષા સમયે સારું રાખી શકાય એ માટે યોગ સંવાદમાં 100 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. યોગકોચ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 11 માર્ચથી ધો.10 અને ધો.12ની બોર્ડની 32503 વિદ્યાર્થી પરીક્ષા આપવા જઇ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણા તંત્ર દ્વારા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરાઇ રહ્યા છે. તો બીજી તરફ તા. 27-2-2024ના રોજ સરસ્વતી કન્યા વિદ્યાલય દૂધરેજ રોડ ખાતે બોર્ડની પરીક્ષાની અંદર સારા ટકાથી પાસ થવા માટે યોગ પ્રાણાયામ દ્વારા શારીરિક તેમજ માનસિક સ્વાસ્થયને પરીક્ષા સમયે સારું રાખી શકાય એ માટેનો તેમજ પરીક્ષાની અંદર સારા માર્ક્સ ટકાવારી ઊંચી લાવવા માટે જિલ્લા યોગ કોચ નીતાબેન દેસાઈ દ્વારા યોગ મહાસંવાદનું આયોજન કરાયું હતું. જેમાં હાલમાં બોર્ડની પરિક્ષા નજીક આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીને સતાવતી પરીક્ષાનો ડર તેમજ અમુક મૂંઝવણથી આવડતું હોવા છતાં ભૂલી જવાય છે, સમયસર પેપર પૂરું કેમ કરવું, રોજની પૂરતી નિંદર, આસપાસનું વાતાવરણ, ખાન-પાન આ બધાની અસર પરીક્ષા સમયે પડે છે. છતાં પણ વિદ્યાર્થી પોતાના ધ્યેયને પ્રાપ્ત કરવા માટે શાંત, પ્રસન્ન ચિત્ત થઈ એકાગ્રતાપૂર્વક વાંચન કરશે. આ યોગ સંવાદમાં 100થી વધુ વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. પરીક્ષામાં સફળ થવા માટેના ટીપ્સ અને સૂચનો પણ યોગ કોર્ડિનેટર નીતાબેન દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યા હતા.